GSTV
Gujarat Government Advertisement

બહેરામપુરાના 65 શાકભાજીના ફેરિયાઓને કોરોના પોઝીટીવ આવતા શહેરમાં ફેલાયો ફફડાટ

Last Updated on April 20, 2020 by Mayur

ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બનેલા અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસમાં અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રાજ્યના કુલ પોઝીટીવ ના 60થી 65 ટકા અમદાવાદના નોંધાયા છે. અમદાવાદમાં ગઈ કાલે 239 કેસ નોધાયા બાદ વધુ સવારે 90 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1200 પર પહોંચવા આવી છે. રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારમાં દર 10મી વ્યક્તિ કોરોના પોઝીટીવ આવી છે.

65 શાકભાજી વિક્રેતા સંક્રમિત

કોરોનાના ગઈ કાલે નોંધાયેલા કુલ 239 કેસમાં જમાલપુર વિસ્તારમાં જ 85થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે મળતા સમચારો મુજબ શહેરના 65થી વધુ શાકભાજીવાળાના કોરોના પોઝીટીવ આવ્યો છે. બે દિવસ પહેલા બહેરામપુરામાં બાજી બગડી હતી. ગુજરાતમાં બે દિવસ પહેલા ફક્ત 12 કલાકમાં 176 કેસમાં અમદાવાદના જ 146 કેસ હતા. અને એમાંય 65થી વધુ કેસો ફક્ત એક જ વિસ્તાર એટલે કે બહેરામપુરાના હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં કેસ નીકળતાં બધાને ચોંકાવી દીધા છે. બહેરામપુરાની આસપાસમાં જમાલપુર, દાણીલીમડા, આસ્ટોડિયા અને કાંકરિયાનો ભાગ આવે છે.

કઈ ચાલીમાં સૌથી વધારે કેસ ?

બહેરામપુરામાં મોટે ભાગે શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા લોકો વધારે છે. બહેરામપુરા વિસ્તારની ચાલીઓમાં ફેલાયેલા કોરોનાએ અમદાવાનો ખેલ બગાડી નાંખ્યો છે. બહેરામપુરામાં મોટાભાગના લોકો શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા છે. એવામાં બહેરામપુરાની ચાલીઓ સુધી કોરોના પહોંચી જતાં ચિંતાના વાદળો છવાયા છે. બહેરામપુરામાં 65 જેટલા કેસ એક જ દિવસમાં નોંધાતા ભયનો માહોલ છવાયો છે. જેમાં સૌથી વધારે ચતુર રાઠોડની ચાલી દૂધવાડી તેમજ જેઠાલાલાની ચાલીમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જૂની રસૂલ ખાડિયાની ચાલીમાં પણ કોરોના સંક્રમિતો પોઝીટીવ આવ્યા છે. દાણિલીમડા અને જમાલપુર પછી આ બંને એરિયાની વચ્ચે આવતો બહેરામપુરા વિસ્તારમાં એક સાતે 65 કેસ નોંધાયા. બહેરામપુરાના દૂધની ચાલીમાં રહેતા 65 લોકો શાકભાજી વેચનાર ફેરિયાઓ છે. તમામ લોકો મોટેભાગે રિવરફ્રન્ટ પર શાકભાજી વેચતા હતા.

ઘરમાં જ રહો

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો ઘરોમાં રહેશે તો જ 3જી મે પછી કઈક આગળનો નિર્ણય થઈ શકશે અન્યથા 3જી મે એક સરકારી ડેડલાઇન બનીને રહેશે. તેમણે કહ્યું કે આગામી 14 દિવસનું લૉકડાઉન ગંભીરતાથી પાળશો તો જ કોરોનાની ચેઇન તોડી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!