GSTV
Home » News » ઈન્ડોનેશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ : બાળકો સહિત 20નાં મોત

ઈન્ડોનેશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ : બાળકો સહિત 20નાં મોત

ઈન્ડોનેશિયાની ધરતી 6.5 રિક્ટર સ્કેલની તીવ્રતાથી ધુ્રજી ઉઠી હતી. જેમાં 20 કરતા વધુ લોકોના મોત થયા છે અને 100 કરતા વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. અનેક ઈમારતો ધરાસાઈ થઈ હતી. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત બચાવ ટૂકડીએ હાથ ધરી હતી.

મધ્ય ઈન્ડોનેશિયાના મલૂકુ પ્રાંતમાં ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું હતું. અમેરિકાના જ્યોગ્રાફિકલ સર્વેના દાવા પ્રમાણે મલુકુ પ્રાંતમાં આવેલા અંબોન શહેરથી 37 કિલોમીટર દૂર પૃથ્વીના પેટાળમાં 9.9 કિલોમીટર ભૂકંપનું એપીસેન્ટર દર્જ થયું હતું.

આ ભૂકંપથી આખો ય મલૂકુ પ્રાંત ધુ્રજી ઉઠયો હતો. લગભગ 27 કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં ભૂકંપની અસર થઈ હતી. 50-70  કિલોમીટરના  વિસ્તાર સુધી ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. વહેલી સવારે લોકો મીઠી નિંદ્રામાં હતા એ વખતે ત્રાટકેલા 6.5ની તીવ્રતાના ભૂકંપે લોકોને દિગમૂઢ કરી  દીધા હતા.

અસંખ્ય સૃથળોએ જર્જરિત ઈમારતો ધરાસાઈ થઈ હતી. તો અસંખ્ય જર્જરિત ઈમારતોમાંથી લોકો નાસભાગ કરતા નજરે ચડયા હતા.  આફ્ટર શોકની શક્યતાના પગલે ઈન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે 2000 લોકોને સલામત સૃથળે ખસેડયા હતા. કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા પણ તુરંત હાથ ધરાઈ હતી.

ઈજાગ્રસ્તોથી હોસ્પિટલો ઊભરાઈ  ગઈ  હતી. કામચલાઉ સારવાર કેન્દ્રો શરૂ કરાયા હતા. ગંભીર ઈજા પામેલા લોકોને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ઈન્ડોનેશિયાની સરકારે  સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અમુક જર્જરિત ઈમારતોના કાળમાળમાં દટાઈને ઘણાં લોકો ગૂંગળાઈ મર્યા હતા. તો ઘણાં લોકોને ભૂકંપના ડરથી હાર્ટએટેક આવ્યો હતો.

ભૂકંપના એપીસેન્ટરની સૌથી નજીકનું મોટું શહેર અંબોન છે. અંબોન શહેરમાં ચાર લાખ કરતા વધારે લોકો રહે છે. શહેરની જૂની ઈમારતોમાં રહેતા લોકોને આગામી 48 કલાક માટે આફ્ટરશોકની શક્યતાના પગલે સાવધાન કરાયા હતા.

READ ALSO

Related posts

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada

ઉમરની વધતી ઉંમર વાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, 4 મહિનામાં આટલો બદલાવ આવ્યો

Pravin Makwana

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!