અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના નવા 65,551 કેસો નોંધાતા એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાવાનો નવો વિક્રમ સર્જાયો છે. જ્હોન હોપકિન્સ યુનિવસટીના કોરોના વાઇરસ રિસોર્સ સેન્ટર દ્વારા આ આંકડા જારી કરવામાં આવ્યા છે. અગાઉ અમેરિકામાં એક દિવસમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાવાનો વિક્રમ ગુરૂવારે 60,200 કેસો નોંધાતા સર્જાયો હતો.
વિશ્વમાં 1 કરોડ ઉપરાંત કોરોના કેસ
સમગ્ર દુનિયામાં કોરોનાનો કુલ એક કરોડ વીસ લાખ કરતાં વધારે લોકોને ચેપ લાગ્યો છે તેમાં અડધાંથી વધારે લોકો અમેરિકા અને લેટિન અમેરિકાના છે. અમેરિકા આજે કોરોનાગ્રસ્ત દેશોમાં 3.1 મિલિયન કેસો અને 1,33,195 મોત સાથે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે બ્રાઝિલમાં કોરોનાના 1,71,360 કેસો નોંધાયા છે અને 67,964 મોત થયા છે.

આફ્રિકામાં 5 લાખથી વધુ કેસ
આફ્રિકામાં સેન્ટર ફોર ડિસિઝ ક્ન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વડાએ જણાવ્યું હતું કે આફ્રિકામાં કોરોનાના કેસોની સંખ્યા 5,22,000નો આંક વટાવી ગઇ છે અને 12000 કરતાં વધારે લોકોના મોત થયા છે. સૌથી વધારે કોરોનાના કેસ સાઉથ આફ્રિકામાં 2,24,000 નોંધાયા છે. હાલ ત્યાંના એક પ્રાંતમાં પંદર લાખ કબરો બનાવવા માટે તૈયારી ચાલી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 164 નવા કેસો નોંધાયા છે.
નવા કેસોના કારણે દેશના સૌથી મોટા કલસ્ટર બની ગયેલાં વિક્ટોરિયામાં મેલબોર્ન હાઇ સ્કૂલમાં મહામારી ફાટી નીકળી છે. એક તરફ બ્રિટિશ સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે નવા પેકેજો જાહેર કરે છે પણ ખાનગી કંપનીઓ મંદીનો માર સહી ન શકતાં તેમની કામગીરીમાં કાપ મુકી રહી છે.
લોકડાઉનને કારણે રોજગારને અસર
અમેરિકન માલિકીના ફાર્મસી સ્ટોર બૂટસે લોકડાઉનના કારણે વેચાણ ઘટી જતાં 4000 કરતાં વધારે નોકરીઓ પર કાપ મુકાશે તેમ જણાવ્યું હતું. યુકે ડિપાર્ટમેન્ટ સ્ટોર ગ્પના જ્હોન લેવિસે જણાવ્યું હતું કે તેઓ 5300 નોકરીઓ પર કાપ મુકશે. લોકડાઉનને કારણે જેમને બંધ કરવાની ફરજ પડેલી તે આઠ સ્ટોર્સ ફરી ખોલવામાં નહીં આવે. તેને કારણે 1300 નોકરીઓ જશે.
યુકેમાં 44 હજારથી વધુ લોકોના મોત
ગુરૂવારે જાહેર થયેલાં આંકડાઓ અનુસાર યુકેમાં કોરોના મહામારીમાં 44,602 લોકોના મોત થયા છે અને 2,87,004 પોઝિટિવ કેસો નોંધાયેલા છે. પરંતુ દૈનિક કેસોની સંખ્યા ઘટી રહી છે. દરમ્યાન હોંગકોંગમાં કોરોનાના નવા 42 કેસો નોંધાવાને પગલે શાળાઓ બંધ કરવા માટે સરકાર વિચારી રહી છે.
બિજિંગ પહોંચ્યા WHO ના નિષ્ણાત
દરમ્યાન ચીનના પાટનગર બિજિંગમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના બે નિષ્ણાત આગામી બે દિવસ શહેરમાં ગાળી કોરોના મહામારી ફાટી નીકળવાના કારણો તપાસવાના મિશન માટે પાયાનું કામ કરશે.
કોરોના વાયરસના પ્રાણી માંથી માનવ સંક્રમણ અંગે કરશે અભ્યાસ
એક પ્રાણી આરોગ્ય નિષ્ણાત અને એક મહામારી નિષ્ણાત કોરોના વાઇરસ પ્રાણીમાંથી માણસમાં કેવી રીતે પ્રવેશ્યો તેની તપાસના માપદંડ અને શરતો નક્કી કરશે. મે મહિનામાં વિશ્વ આરોગ્ય સભાના 120 કરતાં વધારે દેશોએ વાઇરસના કેવી રીતે ફેલાયો તેના મૂળ સુધી તપાસ યોજવાની માગણી કરી હતી.
ચીને માહિતી આપવામાં મોડું કર્યું હોવાનો આક્ષેપ
જાન્યુઆરીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના નેતાઓએ ખાનગીમાં એવી ફરિયાદ કરી હતી કે ચીને વાઇરસનો જનીન વિષયક નકશો જારી કરવામાં એક અઠવાડિયાનો વિલંબ કર્યો હતો. બીજું ચીને વાઇરસ માણસોમાં કેવી રીતે ફેલાયો તે સમજવા માટે પણ પૂરતી માહિતી આપી નહોતી. વિજ્ઞાાની ઓ માને છે કે વાઇરસ પહેલાં ચામાચિડિયામાં દેખાયો હશે. તેમાંથી તે પેંગોલિન જેવા સસ્તન પ્રાણીમાં પ્રસર્યો હશે. અને તેમાંથી તે માણસમાં પ્રસર્યો હશે.
READ MORE:
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….