GSTV
Home » News » 64 વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ પણ એક લોકસભાની બેઠક પણ છે

64 વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ પણ એક લોકસભાની બેઠક પણ છે

ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરવાની સાથે દેશના 18 રાજ્યોમાં 64 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

આ બેઠકો પર વિધાનસભાની સાથે 21મી ઓકટોબરે મતદાન થશે તેમજ 24મી ઓક્ટોબરે મતગણતરી થશે તેમ મુખ્ય ચૂંટણી કમીશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું. વિવિધ રાજ્યોની 64 વિધાનસભા બેઠકોમાંથી કર્ણાટકમાં સૌથી વધુ 15 અને ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કર્ણાટકમાં તાજેતરમાં પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ સિટિંગ એમએલએને અધ્યક્ષ દ્વારા ગેરલાયક ઠરાવાયા હતા.

જ્યારે ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા બેઠકોના મોટાભાગના ધારાસભ્યોએ લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે અને તેમણે વિધાનસભામાંથી રાજીનામુ આપી દીધું છે. લોકજનશક્તિ પાર્ટીના સાંસદ રામચંદ્ર પાસવાનનું જુલાઈમાં નિધન થતાં સમસ્તીપુર બેઠક પર ચૂંટણી જરૂરી બની ગઈ હતી.

જોકે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હોવા છતાં સતારાની લોકસભા બેઠક પર 21મીએ પેટા ચૂંટણી નહીં યોજાય. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા તહેવારના કારણે રાજ્ય સરકારે હાલ ચૂંટણી નહીં યોજવા ભલામણ કરી છે.  ઉત્તરાખંડમાં પંચાયત ચૂંટણીઓની કાર્યવાહી ચાલુ હોવાથી ત્યાં વિધાનસભા ચૂંટણીઓ હાલ નહીં યોજાય તેમ અરોરાએ જણાવ્યું હતું. 

કેટલાક રાજ્યોમાં ચૂંટણી અરજીઓની સુનાવણી હાઈકોર્ટ્સમાં અનામત હોવાથી ત્યાં પેટા ચૂંટણીઓ યોજાઈ નથી. કર્ણાટક અને ઉત્તર પ્રદેશ પછી બિહાર અને કેરળમાં પાંચ, ગુજરાત, પંજાબ અને આસામમાં ચાર, સિક્કિમમાં 3, રાજસ્થાન અને તામિલનાડુમાં બે તથા અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પુડુચેરીમાં એક-એક બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. 64 વિધાનસભા બેઠકો અને લોકસભાની એક બેઠકની પેટા ચૂંટણી અંગેનું જાહેરનામુ 23મી સપ્ટેમ્બરે જાહેર કરાશે. જોકે, અન્ય પ્રક્રિયાની તારીખો સમાન રહેશે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!