63માં ગ્રૈમી એવોર્ડ્સ રદ થઈ ગયો છે. આ સેરેમની 31 જાન્યુઆરીએ લોસ એંજિલ્સમાં યોજાનારો હતો. પણ કોરોનાના વધતા કેસોને જોતા માર્ચ 2021 સુધી તેને લંબાવી દેવામાં આવ્યો છે. ગ્રૈમી એવોર્ડ્સ આયોજકોએ એક નિવેદનમાં સેરેમની પોસ્ટપોન થવાની જાણકારી આપી હતી. ત્યારે હવે નિર્ધારિત સમય કરતા ગ્રૈમી એવોર્ડ્સ 14 માર્ચે યોજાશે.
સ્વાસ્થ્યથી વધારે કંઈ પણ નથી- આયોજક
આયોજકોએ કહ્યુ હતું કે, લોસ એંજિલ્સમાં કોરોનાની સ્થિતી બગડી રહી છે. હોસ્પિટલમાં આઈસીયુ ફૂલ થઈ રહ્યા છે. રાજ્ય અને સ્થાનિક સરકારે નવા માર્ગદર્શનમાં અમને એ તારણ પર આવવા મજબૂર કર્યા છે કે, અમારે આ શોને સ્થગિત કરવો પડ્યો. અમારે સંગીત સમુદાય અને આ કાર્યક્રમમાં જોડાનારા તમામ લોકોના સ્વાસ્થ્યની ચિંતા છે. અમારા માટે તેમનું સ્વાસ્થ્ય અતિ મહત્વનું છે. જે આ શો પાછળ ખૂબ કામ કરે છે.

READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ