GSTV

ગામમાં જાન લઈને આવેલા જાનૈયાઓએ એટલું જોરથી DJ વગાડ્યું કે, ગભરાયેલી મરધીઓના થઈ ગયા મોત, ફાર્મના માલિકે FIR નોંધાવી

Last Updated on November 24, 2021 by Pravin Makwana

ઓડિશાના બાલાસોર જિલ્લામાં મરધા ફાર્મના માલિકનો આરોપ છે કે, તેમના ગામમાં આવેલી એક જાનમાંથી ડીજે એટલુ જોરથી વગાડવામાં આવ્યુ કે, તેના અવાજથી ખેતરમાં લગભગ 63 જેટલી મરધીઓના મોત થઈ ગયા હતા. માલિકે આરોપ લગાવ્યો છે કે તેણે ત્યાં જઈને લોકોને અવાજ ઓછો કરવાની અપીલ કરી પણ લોકોએ તેને ગાળ આપીને ભગાડી મુક્યો. ત્યાર બાદ આવીને જોયું તો, 63 મરધીઓના મોત થઈ ગયા હતા.

બાલાસોર જિલ્લાના નીલાગીરી પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કંડાગરાડી ગામના રંજીત પરિદાએ સોમવારે એફઆઈઆર કરીને આરોપ લગાવ્યો છે કે, રવિવારની રાતે જાન લઈને વરરાજાની પાર્ટીમાં મોટા અવાજે સંગીત વગાડવાના કારણે તેના ખેતરમાં રહેલી 63 મરધીના મોત થઈ ગયા હતા.

ફાર્મના માલિકે કહ્યુ કે, રવિવારની રાતે લગભગ 11 કલાકે મૈતાપુરની પાસેના એક ગામથી વરરાજાની ડીજે પાર્ટી સાથે મારા ગામમાં પહોંચી હતી. વરરાજાની જાને મોટા અવાજે ડીજે વગાડવાની સાથે ફટાકડા પણ ફોડ્યા. એટલો જોરથી અવાજ આવતો કે, મરધીઓ ભાગવા લાગી. મેં જાનમાં આવેલા લોકોને અવાજ ઓછો કરવા જણાવ્યુ, પણ જાનમાં આવેલા જાનૈયા બધા દારૂના નશામાં ટલ્લી થઈને ફરતા હતા. તેમણે આને ગાળો પણ આપી. મારા ખેતરમાં રહેલી મરધીઓ ડરના કારણે ખેતરમાં આમ તેમ ભાગવા લાગી. એક કલાક બાદ મને ખેતરમાં 63 મરધી મરેલી જોવા મળી.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!