GSTV

હદ કરી/ 62 વર્ષના ઢાંઢા સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન, આટલા વર્ષે જ કરી શકાય છે લગ્ન

14

બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના 62 વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબીએ 14 વર્ષની કિશોરી સાથે લગ્ન કરી લીધા છે. જોકે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ આપી દીધા છે. એક એનજીઓ દ્વારા આ જાણકારી સામે લાવવામાં આવી હતી.

બાળકીના જન્મનું સર્ટિફિકેટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યું

પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે સાંસદે જેની સાથે લગ્ન કર્યા હતા તે બાળકીના જન્મનું સર્ટિફિકેટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેની જન્મ તારીખ 28 ઓક્ટોબર 2006 દર્શાવાઈ છે. એ પછી સ્થાનિક એનજીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

14

બાળકીને સાંસદ પાસે નહીં મોકલવાની પિતાએ ખાતરી આપી

પોલીસ ફરિયાદ થયા બાદ તપાસ માટે બાળકીના ઘરે પહોંચી તો પિતાએ કહ્યું હતું કે, મારી પુત્રીના લગ્ન થયા નથી. પોલીસનું કહેવું છે કે, બાળકીને સાંસદ પાસે નહીં મોકલવાની પિતાએ ખાતરી આપી છે. પાકિસ્તાનના લગ્નના કાયદા પ્રમાણે લગ્ન માટે યુવતીની વય 16 વર્ષની નક્કી કરવામાં આવી છે.

Read Also

Related posts

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ

pratik shah

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!