GSTV

હવે સેલિબ્રિટી VS સેલિબ્રિટી : મોબ લિન્ચિંગ મામલે 49 લોકોએ મોદીને પત્ર લખતા આ 61 હસ્તીઓએ વિરોધમાં પત્ર લખ્યો

દેશમાં મોબ લિન્ચિંગ મામલે 49 હસ્તિઓએ મોદી સરકારને લખેલા પત્રના વિરોધમાં 61 હસ્તિઓએ ખુલો પત્ર લખ્યો. આ લેટરમાં સવાલ પૂછવામાં આવ્યો કે, જ્યારે આદિવાસીઓને માઓવાદી નિશાન બનાવે છે ત્યારે આ બધા ક્યા હતા. અને હવે મોબ લિન્ચિંગ મામલે સવાલ ઉઠાવી રહ્યા છે. આ હસ્તિઓએ જ્યારે દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી ત્યારે કોઈ પ્રતિક્રિયા કેમ ન આપી.

આ હસ્તિઓએ પીએમ મોદીને પત્ર લખનારને સિલેક્ટિવ ગુસ્સો અને નેરેટિવ સેટ ગણાવ્યા. આ પત્રમાં કંગના રનૌત, પ્રસૂન જોશી, સોનમ માનસિંહ, વાદક પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મધુર ભંડારકર અને વિનોદ અગ્નિહોત્રી સહિતના કલાકારોના હસ્તાક્ષર છે. આ મામલે કંગના રનૌતે જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો પોતાના પદનો દુરઉપયોગ કરી રહ્યા છે. જેથી કથિત તથ્યોને રજૂ કરી શકાય. કેટલાકને દેશનો વિકાસ પસંદ નથી. જેથી તેઓ સવાલ પેદા કરી રહ્યા છે.

આ પત્ર એવા સમયે સામે આવ્યો જ્યારે દેશમાં મોબ લિંચિંગની ઘટના મામલે ફિલ્મ જગતની 49 વિખ્યાત સેલિબ્રિટીઓએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. સેલિબ્રિટીઓએ પીએમને લખેલા પત્રમાં મોબ લિંચિંગની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. અને આ પ્રકારની ઘટનાઓને અટકાવવાની માંગણી કરી. ફિલ્મકારોએ પીએમને જણાવ્યું છે કે અસહમતિ દેશને વધુ તાકાતવર બનાવે છે. તેમણે પત્રમાં લખ્યું કે આપણું બંધારણ ભારતને એક બિનસાંપ્રદાયિક લોકતંત્ર ગણાવે છે કે જેમાં દરેક ધર્મ, સમૂહ, લિંગ અને જાતિના લોકોને એકસમાન અધિકાર છે.

READ ALSO

Related posts

ડોશી સામે જ ભાન ભૂલી ઉત્તેજનામાં આવેલું કપલ કરવા લાગ્યું એવું કે આખરે ડોશીમાં એ….જોવા જેવો છે Video

Bansari

ઉન્નાવમાં ખેડુતો સાથે બર્બરતા પર પ્રિયંકાનો યોગી પર તીખા પ્રહાર- શરમ આવવી જોઈએ

Kaushik Bavishi

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!