GSTV
Home » News » 61 વર્ષનાં શખ્સે ચોરી કરી સાઈકલની 159 સીટો, સામે આવ્યુ ચોંકાવનારું કારણ

61 વર્ષનાં શખ્સે ચોરી કરી સાઈકલની 159 સીટો, સામે આવ્યુ ચોંકાવનારું કારણ

જાપાનમાં એક એવો મામલો સામે આવ્યો છે. જેના વિશે જેણે પણ સાંભળ્યુ, તેઓ ચોંકી ગયા હતા. અહીં પોલીસે એક 61 વર્ષનાં શખ્સની ધરપકડ કરી છે. જેની ઉપર આરોપ છેકે, તેણે સાયકલની 159 સીટો ચોરી છે.

વાસ્તવમાં, ટોક્યોનાં ઓટા વાર્ડ વિસ્તારમાં પાછલાં થોડા દિવસોમાં સતત સાયકલની સીટો ચોરી થઈ રહી હતી. ત્યારબાદ લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી તો સામે આવ્યુકે એક આધેડ સાઈકલની સીટો કાઢીને પોતાની સાયકલમાં લાગેલાં બાસ્કેટમાં નાંખીને ચુપચાપ ત્યાંથી ચાલ્યો જાય છે.

પોલીસે તે આધેડ વિશે જાણકારી મેળવી તેનાં ઘરે દરોડા પાડ્યા. તો છાપેમારી દરમ્યાન પોલીસકર્મીઓ તે જોઈને ચોંકી ગયા હતા કે, અકિયો હતોરી નામના શખ્સે ચોરી કરેલી સાયકલની 159 સીટો ઘરમાં જમા કરી રાખી હતી. પોલીસે બધી જ સીટોને જપ્ત કરીને તે શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે જ્યારે અકિયોને તેને ચોરી કરવાના કારણ વિશે પુછ્યુ તો તેણે જણાવ્યુ હતુકે, ગયા વર્ષે કોઈએ પહેલાં તેની સાયકલની સીટ ચોરી કરી અને ત્યારબાદ સાયકલ પણ ચોરી કરી લીધી. તેનાંથી દુખી થઈને લોકોની સાથે બદલો લેવાનો વિચાર કરીને સાયકલની સીટો ચોરી કરવા લાગ્યો હતો.

અકિયોએ પોલીસને જણાવ્યુકે, સાયકલ ચોરી થવાને કારણે તેને નવી સાયકલ ખરીદવી પડી હતી. તેણે આગળ જણાવ્યુકે, તે બીજા લોકોને તે જણાવવા માંગતો હતોકે, સાયકલની સીટ ચોરી થવા પર કેટલું દુખ થાય છે. હાલમાં અકિયો પોલીસ કસ્ટડીમાં છે અને તેને જલ્દીથી કોર્ટમાં રજૂ કરાશે.

READ ALSO

Related posts

ગણતંત્ર દિવસે કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલાવી, સરકારના નિર્ણયો બંધારણના ભંગ સમાન

Nilesh Jethva

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

pratik shah

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!