GSTV

GTUના 9મા પદવીદાન સમારંભમાં 61 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 9મો પદવીદાન સમારંભ, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો. આ સમારંભમાં 61 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યા. જેમાં 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ એનાયત જ્યારે 39 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કરનારને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિક્ષાન્ત પ્રવચન આપતા સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિને યાદ કરી તેમના જીવનચરિત્રને ઉતારવાનો પ્રયાસ કરજો તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત ગૃહ મંત્રીએ યુથ પાવર વિશે વાત કરતાં કહ્યું કે વિશ્વની સામે કોઈ પણ સમસ્યા હશે તેનું સમાધાન ભારતના યુવાનો પાસે હશે. અમિત શાહે પીએમ મોદી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત જીટીયૂની ઉપલબ્ધિ અંગે પણ વાત કરી વિક્રમ સારાભાઈને યાદ કર્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ચેતી જાજોઃ ગુજરાત સહિત શહેરમાં કોરોનાએ માથું ઉંચક્યું, icu વેન્ટિલેટર સાથેના બેડ હાઉસફૂલ

Karan

અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ: ચીનની 3 બેંકોએ દેવું વસૂલવા લીધો આ નિર્ણય

Ankita Trada

વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો વધુ એક વીડિયો આવ્યો સામે, આજે લોકોએ માંડવી-ભુજ હાઇવે પર કર્યો ચક્કાજામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!