GSTV

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Last Updated on July 27, 2021 by Zainul Ansari

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી બાદ ત્યાં આતંકવાદી સંગઠનોની પકડ મજબૂત થઇ રહી છે. યુએનના એક રિપોર્ટને ટાંકીને જણાવાયું છે કે પાકિસ્તાનના ઉત્પાત મચાવનારા આતંકી સંગઠન તહરીકે તાલિબાન પાકિસ્તાન સહિત અન્ય સંગઠનોના આશરે છ હજાર આતંકવાદીઓ ઠેકાણું બનાવ્યું છે.

આતંકવાદીઓ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે તૈયાર થયેલા એક રિપોર્ટના હવાલેથી પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને તાલિબાનની સાથેના સંબંધો જાળવી રાખ્યા છે. કારણ કે ટીટીપીના આશરે છ હજાર આતંકવાદીઓ સરહદ પાર અફઘાનિસ્તાનમાં છે.

યુએન એનાલિટીકલ સપોર્ટ એન્ડ સેકશન મોનિટરિંગ ટીમની 28મા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં જુદા જુદા દેશો અને આતંકવાદી જૂથોના આતંકવાદીઓ સક્રિય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેખરેખ રાખી રહેલી ટીમનું અનુમાન છે કે વિદેશી આતંકવાદીઓની સંખ્યા આશરે આઠ હજારથી 10 હજારની વચ્ચે હશે. જેમાં મુખ્ય રીતે મધ્ય એશિયા, રશિયન યુનિયનના ઉત્તર કાકેશસ ક્ષેત્ર, પાકિસ્તાન અને ચીનના ઝિજિયાંગ ઉઈગર સ્વાયત્ત ક્ષેત્રના આતંકીઓ સામેલ છે.

પાકિસ્તાની મીડિયા ડોનના અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને નંગરહાર પ્રાંતના પૂર્વ જિલ્લામાં પાકિસ્તાનની સરહદ નજીક ઠેકાણું બનાવ્યું છે.

ડિસેમ્બર 2019થી ઓગષ્ટ 2020 સુધીમાં શહરયાર મહસૂદ જૂથ, જમાત-ઉલ-અહરાર અને હિઝ્બ-ઉલ-અહરાર સહિત ઘણા આતંકવાદી જૂથ ટીટીપીમાં સામેલ થઇ ગયા હતા. ખૂંખાર આતંકવાદી સંગઠન અલ-કાયદાએ કથિત રીતે આ આતંકી જૂથોની વચ્ચે સંતુલન બનાવવાનું કામ કર્યું હતુ.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ આતંકી જૂથોના કારણે ટીટીપીની તાકાત અનેક ગણી વધી ગઇ છે. આ આતંકવાદી સંગઠનોમાં આતંકીઓની સંખ્યા 6 હજાર જેટલી હોઇ શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકવાદીઓને દબાવવાની કોશિશના કારણે તાલિબાન અને ટીટીપી વચ્ચે ઘણા સંઘર્ષ થઇ ચુક્યા છે. જો કે તાજેતરમાં જ ટીટીપીએ તાલિબાન પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતુ.

તો બીજી તરફ ટીટીપી મુદ્દે તાલિબાને પાકિસ્તાનને પણ ઝટકો આપ્યો છે. તાલિબાને સ્પષ્ટપણે પાકિસ્તાનને જણાવી દીધુ છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર ધકેલવા માટે સક્ષમ નથી. તેથી ઇમરાન સરકારે પોતે ટીટીપીની સાથે પોતે વાતચીત કરે. અત્યાર સુધીમાં ઇમરાન સરકાર તાલિબાન મારફત પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓને ખદેડવાના સપના જોઇ રહી હતી.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!