અમરેલીના કેરિયાચાર્ડ ગામના ગાંધી પુલ પાસેના નાળામાં 600 કાચબાઓએ પોતાનું ઘર બનાવ્યું

મીઠા અને ખારા પાણીમાં રહી શકતા કાચબાઓએ અમરેલી જિલ્લાના કેરિયાચાર્ડ ગામના ગાંધી પુલ પાસેના નાળામાં પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. આ સ્થળ પર 500થી 600 જેટલા કાચબાઓ વસવાટ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નાળામાં હંમેશા પાણી રહેતું હોવાથી તેમજ લોકો દ્વારા કાચબાઓને ખોરાક મળતો હોવાથી છેલ્લા 2 વર્ષોથી આ કાચબાઓએ અહીં કાયમી નિવાસ બનાવ્યું છે. લોકો અને ખાસ કરીને બાળકો માટે હવે આ સ્થળ હરવા ફરવા માટેનું સ્થાન બની ગયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter