GSTV

સુરતમાં 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો ખુલાસો, એકની ધરપકડ

Last Updated on December 28, 2019 by Mayur

કેન્દ્ર સરકાર જીએસટી અંગે રાહતો આપતી હોવા છતાં વેપારીઓ તેમાંથી છટકવાના તરકટો શોધી બોગસ બિલ બતાવી છેતરપિંડી આચરે છે. સુરત જીએસટી વિભાગે આવા જ એક કિસ્સા પર પ્રકાશ પાડ્યો છે. જેમાં 600 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરાઈ છે. 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ચિરાગ નામનો એક વ્યક્તિ મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.

રૂપિયા 32 કરોડનું રિફંડ ગમન કરનારા આરોપીઓ પૈકી અડાજણ પાટીયાની નિશાંત સોસાયટીનો રહેવાસી ગુલામ ગોડિલની સેન્ટ્રલ ગુડ્સએન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ગુલામ ગોડિલ ઉપરાંત કન્સલ્ટન્ટ નિમિશ શાહનું પણ સ્ટેટમેન્ટ લીધા બાદ ગુલામ ગોડિલની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત રાંદેરમાં રહેતા ઝૈદ મોહમ્મદ બોરિંગવાલા અને ફયાઝ સિદ્દીક ગોડિલને પણ અધિકારીઓ શોધી રહ્યા છે.

ગુલામ ગોડિલની માહિતી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે, તેના રિયલ એસ્ટેટનાં કેટલા રૂપિયા અને ક્યાં ક્યાં રોકાયા છે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. વધુ તપાસ માટે આ કંપનીઓ સાથે વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઈઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટપ્રાઈઝ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્ટાર ટ્રેડિંગને રૂ.133 કરોડ રૂપિયાના બિલ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. આમાંથી કેટલીક કંપની તેમના ત્યાં કામ કરનારાઓના નામે રજિસ્ટ્રડ હોવાની વાત પણ સામે આવી છે.

સમગ્ર તપાસમાં ઘટના સામે આવી છે કે, જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટ ક્લેઈમ કર્યુ છે. બોગસ બિલિંગના આધારે કરવામાં આવેલી ક્રેડિટની વસુલાતમાં 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. તપાસમાં આરોપીઓ બોગસ બિલનાં આધારે શિપિંગ બિલ બનાવ્યા બાદ ડ્યુટી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સસ્તો માલ મોંઘો બતાવીને એક્સપોર્ટ કરતા હતા. કેટલાક કેસમાં તો જેની ખરીદી થઇ રહી હતી તે જ વસ્તુઓ બોગસ નિકળી હતી. સુરત બોગસ બિલિંગમાં કૌભાંડીઓ જાતભાતના ખેલ કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં DGGI ના સુત્રોએ કહ્યું કે, વરાછા સહિતનાં કેટલાક ડાયમંડ જોબવર્કર અને કેટલાક ટેક્સટાઇલ મેન્યુફેક્ચર પાસે ડાયમંડ મશીનરી મંગાવતા હતા. તપાસ કરાતા બધુ જ બોગસ નિકળ્યું. માત્ર કાગળ પર જ મશીનરીની આપલે જણાવી ITC ક્લેઇમ કરાવાયું હતું.

READ ALSO

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!