GSTV
Home » News » ચંદ્રાબાબુ નાયડુને મોટો આંચકો: TDPનાં 60 નેતાઓ કાર્યકારી પ્રમુખ નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

ચંદ્રાબાબુ નાયડુને મોટો આંચકો: TDPનાં 60 નેતાઓ કાર્યકારી પ્રમુખ નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

બીજી રાજકિય પાર્ટીનાં નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરવામાં ભાજપ નેતાઓ પાવરધા છે તેવા પાક્કી સાબિત થઇ છે. આંધ્ર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીનાં વડા ચંદ્રાબાબુ નાયડુની મુશ્કેલીઓ રોજબરોજ વધતી હોય તેવું લાગી રહ્યું છે.

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ચંદ્રાબાબુએ એનડીએ સાથે છેડો ફાડ્યો અને પીએમ મોદી સામે સામા પૂરે બાથ ભીડી હતી. જો કે ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં ભાજપ-મોદીને મહાત આપવા માટે તેમજ વિપક્ષોને એક કરવા માટે ચંદ્રાબાબુએ કમર કસી નાંખી હતી. જો કે લોકસભા અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ચંદ્રાબાબુની પાર્ટીનો કારમો પરાજ્ય થયો હતો. તે પછી જ તેમની પડતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે.

થોડા સમય પહેલા ચંદ્રાબાબુની પાર્ટી ટીડિપીનાં જ સાંસદોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. તે પછી સેવન સ્ટાર હોટેલને પણ પાછળ રાખી દે તેવા તેમનાં બંગલોને નવી ચૂંટાયેલી જગન મોહન સરકારે તોડી પાડ્યો હતો. હવે તેમના પક્ષના 60 નેતાઓ પોતાના સેંકડો કાર્યકરો સાથે રવિવારે ભાજપમાં જોડાઇ ગયા છે.

ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં આ 60 નેતાઓએ મોટી જનમેદની વચ્ચે કેસરી ખેસ ધારણ કરી લીધા હતા. આમ ચંદ્રાબાબુ નાયડુને બહુ મોટો ફટકો પડ્યો હતો.

READ ALSO

Related posts

નાશીક રેલીમાં PM મોદીએ આખાબોલા નેતાઓને આડેહાથ લીધા, રામ મંદિર મુદ્દે કહી આ વાત

Riyaz Parmar

સોનિયા અને રાહુલ ગાંધીને મુંબઇની કોર્ટે નોટીસ ફટકારતા મુશ્કેલી વધી, આપ્યું હતું વિવાદીત નિવેદન

Riyaz Parmar

ચિદમ્બરમને કોર્ટે આંચકો આપ્યો, ફરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા કોંગ્રેસ નેતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!