GSTV
Gujarat Government Advertisement

હર્ડ ઈમ્યુનિટી / ગુજરાતના આ શહેરને મળી શકે છે માસ્કમાંથી મુક્તિ, પુખ્તવયના ૬૦ ટકા લોકો વેક્સીનથી થયા સુરક્ષિત

Last Updated on June 10, 2021 by Zainul Ansari

રાજકોટમાં હાલ મંદ પડેલા વેક્સીનેશનમાં ગતિ લાવવા મનપાએ ફરી ઝૂંબેશ આદરી છે, ત્યારે આજ સુધીમાં ૧૮ વર્ષથી મોટી વયના ૧૦ લાખ લોકો પૈકી ૬ લાખથી વધુ લોકોએ રસીનો એક ડોઝ મેળવી લીધાનું જાહેર કરાયું છે. જ્યારે આશરે ૫ લાખ લોકો ૧૮ વર્ષથી નાની વયના છે. જો રસીકરણની ગતિ વધારીને મનપા તા.૩૧ જૂલાઈ સુધીમાં લક્ષ્યાંક મૂજબ રસીકરણ કરે તો ઓગષ્ટમાં રાજકોટમાંથી અન્ય દેશોની જેમ જાહેરમાં માસ્કમાંથી મુક્તિ આપવાનું પણ વિચારી શકાય અને થર્ડ વેવની અસર ઘણી ઓછી થઈ જાય તેવા ઉજળા સંજોગો છે. એવા પણ અણસાર મળ્યા છે કે શહેરમાં હવે નજીકના સમયમાં જ હર્ડ ઈમ્યુનિટી આવી શકે તેમ છે.

રસીકરણ

મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે શહેરની વસ્તી હાલ આશરે ૧૫ લાખ છે, તે પૈકી ૧૮થી ૪૪ વર્ષના ૬.૪૦ લાખ લોકો અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૩.૨૬ લાખ લોકોને રસીકરણનો લક્ષ્યાંક છે. આ પૈકી 60 ટકા લોકોને રસી અપાઈ ગઈ છે અને હાલ અમે ડીલીવરી બોય રસી લે તે માટે ભારપૂર્વક અપીલ કરી છે, ફેરિયાઓ સહિત સુપર સ્પ્રેડર્સને રસી માટે સમજાવાઈ રહ્યા છે અને આજે રસીકરણ ગત બે દિવસથી આંશિક વધ્યું છે.

આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે ૪૫થી વધુ વયના મોટાભાગના ૨.૪૫ લાખ લોકોએ રસી લઈ લીધી છે. ૧૭,૪૮૬ હેલ્થ વર્કર અને ૨૯,૭૦૪ કર્મચારીઓ, અધિકારીઓએ રસીથી સુરક્ષિત થયા છે. અત્યાર સુધીમાં કૂલ ૪૨ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જેમાં પણ એન્ટીબોડી જનરેટ થાય છે. હર્ડ ઈમ્યુનિટી આવવાનું શરુ થયું કે નહીં તે બાબત અભ્યાસ પછી જ જાહેર થઈ શકે છે પણ એક નિર્દેશ સ્પષ્ટપણે મળે છે કે હાલ કોરોના કેસો એકદમ ઘટી ગયા છે ત્યારે હવે ત્રીજા મોજાનો ખતરો પણ ઓછો થાય તેમ છે. બાળકોને રસી હાલ અપાઈ નથી પરંતુ, બાળકોમાં કોરોના ઓછો થયો છે અને જેમને થયો તેમાં મોટાભાગના કોઈ ગંભીર થયા નથી.

અમેરિકા, ઈઝરાયેલમાં રસીકરણ ઝડપથી આગળ વધતા ત્યાં જાહેરમાં માસ્કમાંથી મુક્તિ અપાઈ હતી અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં તો માસ્ક, ડિસ્ટન્સના કોઈ પણ નિયમો વગર રાત્રિના સંગીત જલ્સા પણ યોજાવા લાગ્યા છે. આવી છૂટ રાજકોટમાં ગુજરાતના મહાનગરોમાં મળશે ખરી? આ સવાલ યુવાન દિલોમાં પુછાઈ રહ્યો છે પરંતુ, ટેકનીકલ દ્રષ્ટિએ જો ૮૦ ટકા જેટલી વસ્તી એન્ટીબોડીથી સુરક્ષિત થાય તો માસ્કમાં સંપૂર્ણમુક્તિ નહીં તો પણ કમસેકમ જાહેરમાં મુક્તિ આપી શકાય તેમ છે. જો કે એ વાત અલગ છે કે ગુજરાત સરકાર હજુ રાત્રિના ૯ વાગ્યાનો કર્ફ્યુ રાત્રિના ૧૦ વાગ્યાનો કરી શકતી નથી અને અનેકવિધ નિયમો હજુ પણ જારી છે ત્યારે માસ્કની મુક્તિ આપવાનો નિર્ણય દેશમાં લેવાય તેવી શક્યતા નજીકના ભવિષ્યમાં નહીવત્ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

LJP માં મચેલી ધમાસાણ બાદ પટનામાં હોબાળો, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા જ ચિરાગએ પાંચેય સાંસદોને કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધ્યા, માત્ર એક અઠવાડિયામાં 140થી વધુ કેસ નોંધાયા

pratik shah

કોટેશ્વર મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાના પ્રયાસો, સરસ્વતીના ઉદ્દગમ સ્થાને મા ગંગાની જેમ આરતીનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!