કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમિતની સંખ્યા એકદમ વધી ગઈ છે. ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સ્ટડી જણાવે છે કે વર્તમાન લહેરમાં કોવિડ-19થી મરનારમાં 60 ટકાએ સિંગલ ડોઝ લીધો હતો કે પછી તેઓ અનવેક્સિનેટેડ હતા. મેક્સ હેલ્થકેરની સ્ટડી અનુસાર મૃતકમાં મોટાભાગનાની ઉંમર 70 વર્ષ કરતા વધારે હતી અને તેમાંથી કેટલાકને ડાયાબિટીસ, કેન્સર, કિડની કે હાર્ટ સાથે સંબંધિત બીમારીઓનો શિકાર હતા.
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર મેક્સના હોસ્પિટલમાં અત્યાર સુધી લગભગ 82 કોવિડ દર્દીના મોત નીપજ્યા છે જેમાંથી 60 ટકા સિંગલ ડોઝવાળા કે પછી અનવેક્સિનેટેડ હતા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ કમજોર ઈમ્યુનિટી અથવા પહેલેથી કોઈ બીમારીનો શિકાર લોકોમાં મોતના જોખમને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

મહામારીની ત્રણ લહેરનુ તુલનાત્મક અધ્યયન એ પણ જણાવે છે કે ત્રીજી લહેર દરમિયાન માત્ર 23.4 ટકા દર્દીઓને જ ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે જ્યારે ડેલ્ટા ઈન્ફેક્શનના કારણે આવેલી બીજી લહેરમાં 74 ટકા અને પહેલી લહેરમાં 63 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી હતી.
ત્રીજી લહેરમાં પહેલા જેવુ સંકટ નહીં
હોસ્પિટલના નેટવર્કમાં કુલ 41 સગીરને એડમિડ કરવામાં આવ્યા છે. જોકે આ આયુ વર્ગમાં હજુ સુધી કોઈ મોત નોંધાયા નથી. આ સિવાય સાતને આઈસીયૂ અને બે ને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી ચૂક્યા છે. હોસ્પિટલનુ કહેવુ છે કે છેલ્લી લહેરમાં જ્યારે 28,000 કેસ નોંધાયા હતા ત્યારે હોસ્પિટલમાં બેડ ખાલી નહોતા, આઈસીયૂ બેડની પણ અછત હતી. ગયા સપ્તાહે જ્યારે વર્તમાન લહેરના સર્વાધિક કેસ નોંધવામાં આવ્યા છે તો હોસ્પિટલમાં એવુ સંકટ નહોતુ,

મૃત્યુદર પણ પહેલા કરતા ઓછો
રિપોર્ટ અનુસાર પહેલી લહેર દરમિયાન હોસ્પિટલમાં કુલ 20,883 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી અને ત્રીજી લહેરમાં ક્રમશ: 12,444 અને 1,378 દર્દીને એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના રેકોર્ડમાં નોંધાયેલા આંકડા અનુસાર પહેલી લહેરમાં મૃત્યુદર જ્યાં 7.2 ટકા હતો, તે બીજી લહેરમાં વધીને 10.5 ટકા સુધી પહોંચી ગયો. 2022માં અત્યાર સુધી કોરોના દર્દીનો મૃત્યુદર 6 ટકા નોંધાયો છે.
વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે
સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ સંક્રમિતની સંખ્યામાં વધારો થયો છે અને દૈનિક મૃત્યુનો આંકડો પણ વધ્યો છે પરંતુ આ વાતથી પણ રાહત છે કે ઓમિક્રોન વેરિઅન્ટ છેલ્લા સ્ટ્રેનની સરખામણીએ ઘણો માઈલ્ડ છે. વેક્સિનેશનના કારણે હોસ્પિટલાઈઝેશન અથવા ઓક્સિજનની ઘણી ઓછી જરૂર પડી રહી છે, સ્ટડીમાં ત્રીજી લહેરની શરૂઆતથી લઈને 20 જાન્યુઆરી સુધીના આંકડાને સામેલ કરવામાં આવ્યા છે.
Read Also
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું