GSTV
Gujarat Government Advertisement

60 લાખ ગુજરાતીઓને મફતમાં મળશે અનાજ : આ વાંચ્યા વિના જશો તો ધક્કો ખાવો પડશે, સરકારે રમી છે અહીં નંબરગેમ

અનાજ

Last Updated on April 11, 2020 by Karan

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના પુરવઠા વિભાગની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્યારે અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે આગામી 13 એપ્રિલથી એપીએલ કાર્ડ ધરાવતા 60 લાખ લોકોને નિઃશુલ્ક અનાજ આપવાનો પ્રારંભ કરાશે. જે અંતર્ગત 10 કિલો ઘઉં, ચોખા, સરકારે એક વ્યવસ્થા નક્કી કરી છે જે મુજબ 13 એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.

ક્યારે વિતરણ કરવામાં આવશે ?

અશ્વિની કુમારે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે.

આંકડાઓની માયાજાળ સમજી લો

આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે. APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે. APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તેમને તા. 13 એપ્રિલ, 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને 14 એપ્રિલ, 5 અને 6 છેલ્લા આંક ધરાવતા હોય તેને 15 એપ્રિલ તેમજ 7 અને 8 છેલ્લા અંક ધરાવતા APL-1 કાર્ડધારકે 16 એપ્રિલ તેમજ 9 અને 0 છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને 17 એપ્રિલના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.

તારીખ અને દિવસ ફાળવ્યો ત્યારે જ જાય

મુખ્યમંત્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, APL-1 કાર્ડધારકો તેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જે તારીખો-દિવસો ફાળવાયા છે તે જ દિવસે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે જાય તે આવશ્યક અને પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષિત પણ છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમિયાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને 18 એપ્રિલે અનાજ વિતરણ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!