નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, ખેડૂત આંદોલનમાં 60 જેટલા ખેડૂતો અત્યાર સુધીમાં શહીદ થયા છે પણ તેનાથી મોદી સરકારને શરમ નથી આવી રહી પણ ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તેનાથી આ સરકારને શરમ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ત્રણે કાયદા પર હાલ પૂરતી રોક લગાવી છે અને આ મામલે ચર્ચા કરવા માટે એક કમિટી બનાવી છે.
60 से ज़्यादा अन्नदाता की शहादत से मोदी सरकार शर्मिंदा नहीं हुई लेकिन ट्रैक्टर रैली से इन्हें शर्मिंदगी हो रही है!
— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2021
જોકે ચાર સભ્યોની આ કમિટી સમક્ષ ચર્ચા કરવાનો ખેડૂત આગેવાનોએ ઈનકાર કરી દીધો છે. બીજી તરફ ખેડૂતોએ કૃષિ કાયદાની કોપી સળગાવવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે હવે સરકાર પર ફરી નિશાન સાધ્યું છે. ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી કાઢવાની અને દિલ્હીમાં જ 26 જાન્યુઆરી ઉજવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. ખેડૂતોનુ કહેવું છે કે, જ્યાં સુધી સરકાર કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે દિલ્હી છોડીને જવાના નથી.

READ ALSO
- રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ
- ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા
- અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે
- સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ
- અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા