GSTV
Bollywood Entertainment Trending

આર્યન ખાન ડ્રગ્સ કેસ: NCBએ SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો આપ્યો સમય. નથી આપી ક્લિનચીટ

ડ્રગ્સ

આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસ(Drugs Case)માં મુંબઈની કોર્ટે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. મુંબઈના એક ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના મામલે એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને મુખ્ય આરોપી ઠેરવ્યો હતો. આ મામલે અગાઉ એ સમાચાર આવ્યા હતા કે, આર્યન ખાન સામે એજન્સીને કોઈ ખાસ સબૂત નહોતા મળ્યા. પરંતુ બાદમાં એનસીબીએ સ્પષ્ટ કરી દીધું કે, હજુ આ મામલે ક્લીન ચિટ આપવામાં નથી આવી. હાલ આર્યન આ કેસમાં જામીન પર બહાર છે.

આર્યન ખાન 26 દિવસ જેલમાં રહ્યા હતા

આ કેસમાં એનસીબીએ કોર્ટ પર 90 દિવસનો સમય માગ્યો હતો જેમા કોર્ટે માત્ર 60 દિવસનો જ સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલી એક શિપ પર ચાલી રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એનસીબીએ ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલાવી દીધો હતો. જ્યાં તેઓ 26 દિવસ રહ્યા હતા. ત્યારબાદ મુંબઈ હાઈ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.

READ ALSO:

Related posts

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth
GSTV