GSTV
Home » News » અહીં પક્ષીઓ માટે બનાવવામાં આવ્યા 60 ભવ્ય ફ્લેટ, તરવા માટે સ્વીમિંગ પૂલ પણ

અહીં પક્ષીઓ માટે બનાવવામાં આવ્યા 60 ભવ્ય ફ્લેટ, તરવા માટે સ્વીમિંગ પૂલ પણ

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં ગાજિયાબાદ વિકાસ નિગમ દ્વારા હવે લોકો માટે છત પૂરું પાડવાની સાથે-સાથે પક્ષીઓ માટે પણ ઘર બનાવવામાં આવ્યાં છે. આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થાય, પરંતુ આ વાત સત્ય છે અને શરૂઆત થઈ છે ગાજિયાબાદ વિકાસ નિગમના વીસીના આવાસથી.

ગાજિયાબાદ વિકાસ નિગમ દ્વારા જીડીએ બીસી આવાસમાં પક્ષીઓ માટે 60 ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે, આ 60 ફ્લેટ્સમાં પક્ષીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ફ્લેટ્સમાં પક્ષીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા માટે નહાવા માટે સ્વીમિંગ પૂલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પક્ષીઓ માટે આ ફ્લેટ્સમાં સવાર-સાંજ દાણા નાખવામાં આવે છે.

આ ફ્લેટની ઊંચાઈ 15 ફૂટ છે. તો ફ્લેટ્સની ચારેય તરફ લોખંડની ફ્રેમ લગાવવામાં આવી છે અને અંદરની તરફ લાકડાનો ઢાંચો બનાવવામાં આવ્યો છે. તેમાં 15 ફૂટનો થાંભલો અને 5 ફૂટમાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ માટે ખર્ચની વાત કરવામાં આવે તો, આ 60 ફ્લેટ્સ બનાવવા પાછળ કૂલ 2 લાખનો ખર્ચ થયો છે.

જીડીએ કંચન ચર્માએ જણાવ્યું કે, રાજસ્થાનના બીકાનેરમાં પક્ષીઓ માટે આ પ્રકારના ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા. ગાજિયાબાદમાં અત્યારે પહેલા ચરણમાં પક્ષીઓ માટે 60 ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં પક્ષીઓના નહાવા અને ખા-પીવાની વ્યવસ્થા હશે.

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!