GSTV
Home » News » ટ્રમ્પ સાથે 60 અમેરિકન સાંસદો ‘હાઉડી મોદી’માં રહેશે હાજર, 400 સિંગર-ડાન્સર રજૂઆત કરશે

ટ્રમ્પ સાથે 60 અમેરિકન સાંસદો ‘હાઉડી મોદી’માં રહેશે હાજર, 400 સિંગર-ડાન્સર રજૂઆત કરશે

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમની શરૂઆત થઇ ચુકી છે. થોડી વારમાં જ એનઆરજી સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. જે 90 મિનિટ સુધી ચાલશે. પીએમ મોદીએ ભારતીય સમુદાયને 9 વાગ્યે સંબોધિત કરવાના છે. હાઉડી મોદી કાર્યક્રમની ભવ્યતાનો અંદાજો એ જ વાતથી લગાવી શકાય છે કે તેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત 60થી વધારે ઉચ્ચ અમેરિકન સાસદો પણ હાજરી આપશે.

હ્યુસ્ટનમાં  હાઉડી મોદી  ઈવેન્ટ માટે ભારતીય સમુદાયમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઈવેન્ટમાં પચાસ હજાર કરતાં વધારે ભારતીયો પણ હાજરી આપવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન ખાસ હ્યુસ્ટન આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આશરે એક કલાક 40 મિનિટ જેટલો ખાસ્સો સમય પસાર કરશે.

ટ્રમ્પ એનઆરજી સ્ટેડિયમમાં આશરે 30 મિનિટનું ભાષણ આપી શકે છે. જેમાં ખાસ ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ થશે. એનઆરજી સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત પહેલા સુરતનો સ્પર્શ શાહ રાષ્ટ્રગાન જન ગણ મન ગાશે. ટ્રમ્પ અને મોદીના સંબોધન સિવાય કાર્યક્રમમાં એન્ટરટેન્ટમેન્ટ શો વૂવન પણ રહેશે. તેમાં 400 સિંગર અને ડાન્સર રજૂઆત કરશે. તેમાં ભારતીય-અમેરિકન સુમદાયના લોકોના અનુભવ પણ બાયોગ્રાફિકલ વીડિયો ક્લિપ્સ દ્વારા રજૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!