ઝારખંડના ધનબાદથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ધનબાદમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે. આગમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં એક ડોક્ટર અને તેની પત્નીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડોક્ટરના ઘરે કામ કરતા નોકરે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાના સંબંધમાં જણાવવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે તેણે હોસ્પિટલના પહેલા માળને લપેટમાં લીધું હતું. જેના કારણે હોસ્પિટલના અન્ય ભાગોમાં પણ લોકોને અસર થઈ હતી. ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. સ્થાનીકોએ આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હોસ્પિટલમાં વિકરાળ આગ
મળતી માહિતી મુજબ, ઝારખંડનાના ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર સ્થિત હાજરા ક્લિનિક અને હોસ્પિટલમાં આગ લાગી હતી જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં હોસ્પિટલ મેનેજર સહિત 6 લોકોના મોત થયાની માહિતી છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે લાગી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Jharkhand | Five people died in a fire in the residential complex of a hospital in Dhanbad. Doctor, his wife and domestic help among the dead: SSP Dhanbad Sanjiv Kumar
— ANI (@ANI) January 28, 2023
6 લોકોના મોત થયા, 9ને બચાવી લેવાયા
આ દરમિયાન ફાયરના જવાનોએ અસરગ્રસ્ત લોકોને બચાવીને નજીકની ખાનગી હોસસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. અહેવાલ છે કે હોસ્પિટલના મેનેજર ડૉ. પ્રેમા હઝરા અને તેમના પતિ ડૉ. વિકાસ હઝરાનું નિધન થયું છે જોકે પ્રશાસને હજુ સુધી મૃત્યુની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી નથી.
READ ALSO
- રામ નવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ