GSTV
India News Trending

17મી લોકસભાની 6 મહત્વની વાતો, બહુ જરૂરી છે જાણવી

નરેન્દ્ર મોદી સરકાર 2.0 બન્યા બાદ 17 જૂનથી 17મી લોકસભાનું પહેલું સત્ર ચાલું થયું. 26 જુલાઇ સુધી ચાલનારા આ સત્રમાં પાંચ જુલાઇએ બજેટ રજુ કરવામાં આવશે. શરૂઆતના બે દિવસોમાં પ્રોટેમ સ્પીકર સાંસદોને શપથ અપાવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે. ત્યારબાદ સંસદનાં બંને સદનોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે. 17મી લોકસભાની કેટલીક જાણવાલાયક બાબતો પણ છે. તો કલંકિત સાંસદોની વધેલી સંખ્યા એ નેગેટિવ બાબત પણ છે. અહીં જાણો 17મી લોકસભાની કેટલીક મહત્વની બાબતો…

નહીં જોવા મળે આ દિગ્ગજ નેતા
17 મી લોકસભામાં એવા કેટાલાક દિગ્ગજ નેતાઓ નહીં જોવા મળે, જેમની ગુંજ છેલ્લા ત્રણ દાયકાથી સંસદમાં ગાજતી હતી. બીજેપીના સૌથી વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, સુમિત્રા મહાજન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા, મલ્લિકાર્જુન અને જ્યોતિરાદિત્ય સિંધિયા આ વખતે લોકસભામાં નહીં જોવા મળે. આ બધા જ નેતાઓ કાંતો ચૂંટણી લડ્યા નથી અથવા હાર્યા છે.

આઝાદી બાદ સૌથી વધારે મહિલાઓ
આ વખતે કુલ 78 મહિલાઓ સાંશદ બની છે. આઝાદી બાદનો આ સૌથી મોટો આંકડો છે. સંસદમાં મહિલાઓની સંખ્યા 14.8 ટકા થઈ ગઈ છે. 2014માં મહિલા સાંસદોની સંખ્યા 62 હતી.

યુવા સાંસદ
2014ની લોકસભા, દેશના ઇતિહાસમાં પહેલી વાર સૌથી વૃદ્ધ સાંસદોવાળી લોકસભા હતો. જેમાં 543 સાંસદોમાંથી 253 સાંસદોની ઉંમર સરેરાશ 55 વર્ષ કરતાં વધારે હતી. આ વખતે સાંશદોની સરેરાશ ઉંમર 54 વર્ષ છે. ઓડિશાની ચંદ્રાણી મુર્મૂ દેશની સૌથી યુવા સાંશદ છે, તેની ઉંમર 25 વર્ષ 11 મહિના છે.

કોંગ્રેસે નથી કરી જાહેરાત
17મી લોકસભામાં કોંગ્રેસના નેતા કોણ રહેશે, તેની જાહેરાત હજી કોંગ્રેસે નથી કરી. બીજેપી પ્રોટેમ સ્પીકર વીરેંદ્ર કુમારને જ સ્પીકર બનાવશે એવી અટકળો ચાલી રહી છે, બીજેપી દ્વારા આ અંગે હજી સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

કલંકિત સાંસદોની સંખ્યા વધી
17મી લોકસભામાં 88 ટકા સાંસદો કરોડપતિ છે. 542માંથી 475 કરોડપતિ સાંસદો છે. જેમાં બીજેપીના સૌથી વધુ, 265 સાંસદો કરોડપ્તિ છે. તો કોંગ્રેસના 43 સાંસદો કરોડપતિ છે. બીજેપીની સહયોગી પાર્ટી ડિવસેનાના 18 અને જદયૂના 15 સાંસદો કરોડપતિ છે. જ્યારે ડીએમકેના 22, તૃણમૂલના 20 અને જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆઈઆરના 19 સાંસદો કરોડપતિ છે. 2014ની તોલનામાં આ વખતે કલંકિત સાંસદોની સંખ્યા પણ વધી છે. 2014માં 34 ટકા સાંસદો પર કેસ થયેલા હતા. જ્યારે આ વખતે કુલ 233 સાંસદો કલંકિત છે. બીજેપીના સૌથી વધુ 116 સાંસદો પર કેસ છે, તો કોંગ્રેસના 29 સાંસદો પર કેસ થયેલા છે.

મહત્વનાં બિલ
16મી લોકસભામાં 46 બિલ પાસ થઈ શક્યાં નહોંતાં. આ વખતે 17મી લોકસભામાં ઘણાં મહત્વનાં બિલ પર બધાંની નજર રહેશે. જેમાં ત્રિપલ તલાક, મોટર વ્હીકલ બિલ, આધાર નંબરનું ઓળખ પત્ર તરીકે ઉપયોગ સાથે જોડાયેલ બિલ, ચિકિત્સા શિક્ષામાં પારદર્શિતા સાથે જોડાયેલ મેડિકલ કાઉન્સિલ બિલ મુખ્ય રહેશે.

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV