GSTV

કાળમૂખો શનિવાર : આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત

આગ

આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જેમા સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમરાઈવાડી વિસ્તારમાં ન્યુકોટન ચાર રસ્તા પર AMTSની બસે એક મહિલાને અડફેટે લેતા તેનું મોત થયુ. ઘટનાને પગલે રોષે ભરાયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો. ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકત્ર થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને ટોળાને વિખેરવા કામગીરી હાથ ધરી હતી. મહિલા છૂટક મજૂરી કરવા ઘરેથી નિકળી હતી. ત્યારે આ ઘટના બની.. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રૂટ પર બસ ઓવર સ્પિડમાં હતી જેથી આ પ્રકારના અકસ્માત સર્જાય છે.

બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત

ભાવનગરથી વલભીપુર જવાનો હાઈવે પર ઘાંઘળી નજીક ખાનગી બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના ઘટના સ્થળે મોત થયા. મૃતક દંપતી મૂળ ચોગઠ ગામના વતની હતા. ઘાંઘળી નજીક બસ ચાલકે તેમને અડફેટે લીધા હતા. ત્યારે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

પોરબંદરના વીર ભનું ખાંભી પાસે હિટ એન્ડ રનની ઘટનાં એક પોલીસ કર્મચારીનું મોત થયુ. કાર ચાલકે બે પોલીસ કર્મચારીને અડફેટે લીધા હતા. ત્યારે પોલીસ કર્મચારીને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે લઈ જતા રસ્તામાં તેનું મોત નિપજ્યુ હતુ.

જેસીબી અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

ભરૂચના અંકલેશ્વર-છાપરા પાટિયા પાસે જેસીબી અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના ઘટના સ્થળે મોત થયા. બાઇક ચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફથી આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની. મોટરસાયકલ સવાર જેસીબી સાથે અથડાતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા.

READ ALSO

Related posts

અમદાવાદ/ થલતેજથી શીલજ સુધીના રેલ્વે બ્રિજનું ‘શાહે’ કર્યું લોકાર્પણ, વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા

pratik shah

White Houseની નવી વેબસાઈટના સોર્સ કોડમાં ટેક્નિકલ ટીમે છુપાવેલ છે એક સિક્રેટ મેસેજ

Pritesh Mehta

ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!