GSTV

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

જુનાગઢ માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં માંગરોળ પંથક પાણીથી તલબોળ. ગત સવારે ચાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં ચાર ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો જયારે બપોરના અગીયાર વાગ્યાથી લયને આજે છ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતાં માંગરોળ પંથક પાણીથી જળ બંબાકાર જેવી સ્થીતિ ઉથી થઈ છે અને નોળી નદિમાં ઘસમસતું પુર આવતાં સકરાણા, લંબોરા, વિરપુર, ચોટલીવીડી, શેખપુર સહીતના અનેક ગામોનો તાલુકા મથક સાથે સંપર્ક તુટયો હતો. જયારે માંગરોળ શહેરમાંપણ ઠેર ઠેર પાણી ભરાતા રાહદારી તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. જેમાં સવારના 6 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં માત્ર 2 કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ. ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે

ગીર સોમનાથના વેરાવળની હરસિધ્ધિ સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા.તંત્ર પાણીનો તાત્કાલિક નિકાલ કરાવે તેવી લોકોએ માંગ કરી હતી. વેરાવળની સોમનાથ ટોકીઝ વિસ્તારમાં મદીના પાર્ક, દિવાનીયા કોલોની, ખોજા કોલોની, અલીભાઈ મેઈન રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતુ. ચોમાસામાં પ્રતિ વર્ષ આ સ્થિતિ સર્જાતી હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઇ સુવિધા ન હોવાથી લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ સાયક્લોનીક સિસ્ટમને કારણે આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, અમરેલી તેમજ કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરા નગર હવેલી, સુરત, વલસાડ, ભરૂચ અને નવસારીમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે તંત્રએ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!