GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગ્રીન ઝોન ધોરાજીમાં એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ

રાજકોટના ધોરાજીમાં ગ્રીન ઝોનમાં રહેલા છ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા ધોરાજીમાં ફફડાટ ફેલાયો હતો. સુરતથી આવેલા દિકરાના ક્લોઝ ટચમાં આવેલા પિતા પણ કોરોના પોઝિટિવ બન્યા હતા. કુલ 16 લોકોને ગોંડલ સુરજ મુછાડા કોલેજ ખાતે કવોરન્ટીન કરવામાં આવ્યા હતા. તો કુલ ૯૦થી વધુ લોકોને ગોંડલ સુરજ મુછાળા કોલેજ ખાતે નવુ કવોરન્ટીન ઝોન ઊભું કરીને રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ નવા 372 કેસ

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ નવા 372 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે આજે 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980એ પહોંચ્યો છે. જ્યારે કુલ 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મૃત્યુ

છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા તેમાં અમદાવાદમાં 18 લોકોના જ્યારે સુરતમાં 2 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લા સ્તરે એક દિવસમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં નવા 253 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગર 8, છોટા ઉદેપુર અને મહેસાણા 7 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 8,609 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!