GSTV
Home » News » ક્યાંય તમે બાળકોને ભીખ આપી તેમને મુસીબતમાં તો નથી નાખી રહ્યા ને ?

ક્યાંય તમે બાળકોને ભીખ આપી તેમને મુસીબતમાં તો નથી નાખી રહ્યા ને ?

ભીક્ષાવૃતિ એક મોટો બિઝનેસ છે. ભીખ મંગાવવાનું એક મોટું રેકેટ ચાલતુ હોય છે. નાના બાળકોને જોઇને લાગણીશીલ બનીને ભીખ આપી દેતા લોકો ખરેખર આ બાળકોને જ મુસીબતમાં નાખતા હોય છે. આવી જ રીતે ભીક્ષા વૃતિ કરતી 6 દિકરીઓને જૂનાગઢમાંથી મુક્ત કરાવાઇ છે. આખરે શું છે સમગ્ર મામલો જોઇએ આ અહેવાલમાં.

વિવિધ પ્રકારના દયનીય લખાણો અને આ લખાણોની નીચે અલગ અલગ નામો લખીને તેની સામે લખેલી રકમ કોઇને પણ પીગળાવી દે અને સામેની વ્યકિત લાગણીશીલ બનીને કોઇને કોઇ આર્થિક રીતે મદદ કરી દેતી હોય છે. પરંતુ જાણ્યે અજાણ્યે આવા લોકોને અને ખાસ કરીને બાળકોને ભીખ આપી દેતા લોકો ખરેખર આ માસૂમોને મુસીબતમાં જ નાખી દેતા હોય છે. કેમકે ભીખ મંગાવવાનું રેકેટ ચલાવતા લોકો આ રૂપિયાની આવકથી વધુને વધુ રેકેટ મોટું બનાવતા હોય છે. જૂનાગઢમાં આવી 13 વર્ષથી લઇને 20 વર્ષની 6 જેટલી દિકરીઓને ભીક્ષાવૃતિના આ રેકેટમાં મુક્ત કરાવાઇ છે.

બીજા રાજ્યોમાંથી આવીને ભીક્ષાવૃતિ કરતી આ બાળકીઓની તપાસ કરતા તેના માતાપિતા જ તેમની પાસે ભીખ મંગાવતા હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. આ દિકરીઓના માતાપિતા પણ આવી જ રીતે ભીખ માંગીને ગણતરીની કલાકોમાં હજારો રૂપિયાની માતબર રકમ પણ એકઠી કરી લેતા હોય છે. આ કિસ્સામાં તો માતાપિતા જ દિકરીઓ પાસે ભીક્ષાવૃતિ કરાવતા હતા. પરંતુ મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા વિકલાંગ બાળકો ખરેખરમાં વિકલાંગ નથી હોતા પરંતુ તેમને વિકલાંગ બનાવીને આવું રેકેટ ચાલતું હોય છે. ત્યારે આવા દૂષણને નાથવા હવે દરેક લોકોએ જ જાગૃત થઇને આ રેકેટને નાથવા ભીખ આપવાની બંધ કરવી પડશે.

READ ALSO

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

બોલિવુડના આ સ્ટાર્સ સહિત સચિન અને ગાવાસ્કર પણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં રહેશે હાજર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!