GSTV
Home » News » 6 બેંકોને મળી ક્રિસમસ ગિફ્ટ : ડૂબી ગયેલા 42,000 કરોડ મળશે રિટર્ન, નવો રેકોર્ડ સર્જાશે

6 બેંકોને મળી ક્રિસમસ ગિફ્ટ : ડૂબી ગયેલા 42,000 કરોડ મળશે રિટર્ન, નવો રેકોર્ડ સર્જાશે

ભારતીય નાદારી કાયદાના સૌથી મોટા કેસ એસ્સાર સ્ટીલ માટે સ્ટીલ ટાઈકુન આર્સેલર મિત્તલે સૌથી ઉંચી બોલી લગાવી હતી. 42,000 કરોડમાં એસ્સાર સમૂહની યશકલગીને ખરીદવાના સોદાના પૈસા બેંકોને આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મોડી સાંજે આવેલ એક અહેવાલે બેંકો માટે દિવાળી બાદ પણ દિવાળીના દિવસ આવ્યા છે. ગત મહિને એલ એન મિત્તલને એસ્સાર સ્ટીલના અધિગ્રહણ માટે સુપ્રિમ કોર્ટની મંજૂરી બાદ ગઈકાલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પૈસા ટ્રાન્ફર કર્યા છે.

ચૂકવણીની રકમ સૌથી મોટી

બેંકિંગ સૂત્રોએ આપેલ માહિતી અનુસાર લેણૅદારો બેંકોના સમૂહના વડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આર્સેલર મિત્તલ દ્વારા ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને એકાદ દિવસમાં તે ચૂકવણી પૂર્ણ પણ થશે. મહત્તમ સોમવારે બપોર સુધીમાં સંપૂર્ણ ચૂકવણી પૂર્ણ થશે અને બેંકોના ખાતામાં પૈસા આપવામાં આવશે. આ અંગે આર્સેલર મિત્તલ અને તેમની કંપની અને SBI જવાબ આપવાનું ટાળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે ભારતના બેંકરપ્સી કોડ,2016 હેઠળનો આ સૌથી મોટો કેસ છે અને ચૂકવણીની રકમ પણ સૌથી મોટી છે.

એસ્સાર સ્ટીલ પાસેથી કોના કેટલાં લેણા બાકી ?

એસ્સાર સ્ટીલ પાસેથી SBIના રૂ 13131 કરોડ, એડલવિસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના રૂ. 8266 કરોડ, કેનેરા બેન્કના રૂ. 3798 કરોડ અને પંજાબ નેશનલ બેન્કના રૂ. 2913 કરોડ લેવાના નીકળે છે. તો IDBI બેન્કના રૂ.2481 કરોડ, ICICI બેન્કના રૂ. 2294 કરોડ, યુનયિન બેન્ક, કોર્પોરેશન બેન્ક અને સિન્ડિકેટ બેન્ક આ ત્રણેયના હજાર-હજાર કરોડ રૂપિયાના લેણા બાકી છે.

કોને કેટલા પૈસા મળશે ?

ક્રેડિટર્સ કમિટી તરફથી પરત ચૂકવણીની મંજૂરીની વાત છે તો એસ્સાર સ્ટીલમાં સૌથી વધારે એક્સપોઝર ધરાવતી SBIને સૌથી વધુ રૂ. 12161 કરોડ પરત મળવાની આશા છે. ત્યારબાદ કેનેરા બેન્કને રૂ. 3493 કરોડ, IDBI બેન્કને રૂ. 2282 કરોડ, એડલવિસ ARCને રૂ. 7600 કરોડ, PNBને રૂ.2700 કરોડ જ્યારે અંતિમ પ્રસ્તાવના આધારે ડ્યુશ બેન્કને રૂ. 2603 કરોડની રકમ પરત મળવાની આશા છે. ગુજરાત સરકારે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે એસ્સાર સ્ટીલ પાસેથી રૂ. 8242 કરોડની જંગી રકમ લેવાની બાકી નીકળે છે. ઓપરેશનલ ક્રેડિટર્સની યાદી પર નજર કરીએ તો ગુજરાત સરકાર કે સરકારની માલિકીની કંપનીઓએ એસ્સાર પાસેથી 8242 કરોડ લેવાના બાકી નીકળે છે.

READ ALSO

Related posts

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada

દુનિયાના આ દેશો પાસે છે સૌથી વધુ સોનાનો ભંડાર, જાણો ભારત પાસે કેટલુ છે સોનુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!