GSTV

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Last Updated on August 3, 2021 by Zainul Ansari

6 ઓગસ્ટના રોજ રોજગાર દિવસની ઉજવણી ગુજરાતભરમાં થવાની છે. આ અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્ટાફ નર્સને મોટી ભેટ આપવાના છે. 6 ઓગસ્ટના રોજ 3000 જેટલા સ્ટાફ નર્સોને રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારી તરીકે નિમણૂંક કરવામાં આવશે.

આ ઉપરંત ફરજ બજાવી રહેલા 1432 સ્ટાફ નર્સને તેમના વતન કે પરિવાર નજીક બદલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 1432 સ્ટાફ નર્સે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ પોતાની પસંદગી પ્રમાણે સ્થળોએ જવા બદલી માટે માંગણી કરી હતી. તેમની આ માંગણી સ્વીકારી લેવાઇ છે. તેમને તેમના પસંદગીના સ્થળે બદલી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓ ફ્રન્ટ લાઇનમાં ઉભા હતા. તેઓ કોરોના દર્દીઓની સારવાર માટે તેમના પરિવારથી પણ દૂર હતા. જોકે રાજ્ય સરકારના આ નિર્ણય પછી હવે તેઓ તેમના પરિવાર નજીક રહીને પોતાની ફરજ બજાવી શકશે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!