પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના મોટા ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે 6.3 તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ ખતરનાક અને વિનાશકારી હોય છે. આ ભૂકંપથી જાનમાલના નુકસાનની હાલ કોઈ જાણકારી મળી નથી. વધારે જાણકારીની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો ઈસ્લામાબાદમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. રાવલપિંડીમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાંના વહિવટી તંત્ર દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.3 માંપવામાં આવી છે. ભૂકંપની કેન્દ્ર તજાકિસ્તાનમાં 150 કિલોમીટર જમીનની અંદર હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ઈરાનમાં પણ આવ્યો હતો 5.9ની તીવ્રતાનો ભૂકંપ
ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાતે 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે ઈરાનની એક પ્રાંતીય રાજધાનીમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. ઈરાની મીડિયા અને યુરોપિયન ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે ઈરાનના એક મીડિયા અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી મળ્યા નથી. જોકે એક અહેવાલોમાં અધિકારીઓના હવાલાથી એવો દાવો કરાયો હતો કે અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 440થી વધુ લોકો ઘવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડે હોવાનું જણાવાયું છે.
ભૂકંપ કેમ આવે છે ?
કોઈને પણ થાય કે ભૂકંપ કેમ આવે છે. તેનું કારણ એ છે કે ધરતી મુખ્યત્વે ચાર પડની બનેલી છે. ઇનર કોર, આઉટર કોર, મટલ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપરના મેટલને લિથોસ્ફિયર કહે છે. આ ૫૦ કિ.મી.નું મોટું પડ મોટા ભૂભાગમાં વહેંચાયેલું છે. તેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે. આ પ્લેટ્સ પોતાની જગ્યા પર હલતી હોય છે, તે વધારે હલે છે ત્યારે ભૂકંપ આવે છે. આ પ્લેટ અત્યંત ધીમે-ધીમે ફરતી રહે છે. તે દર વર્ષે પોતાના સ્થાનથી ચારથી પાંચ મિમી ખસે છે.કોઈ પ્લેટ બીજી પ્લેટની નજીક આવે છે તો કોઈ દૂર થાય છે. આવમાં ઘણી વખત તે એકબીજાને અથડાય પણ છે.
વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.
READ ALSO
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર