GSTV

ખૂબ જ સસ્તો થયો ભારતનો પહેલો 5G સ્માર્ટ ફોન, મળશે 12GB રેમ અને 4 કેમેરા સુવિધા સાથે આવા છે ફિચર્સ

Last Updated on June 27, 2021 by Harshad Patel

iQOO એ તેનો સ્માર્ટફોન iQOO 3ને 38,990 રૂપિયામાં ફેબ્રુઆરી 2020 માં લોન્ચ કર્યો હતો, અને આ ફોન હાલમાં 50% ના ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કરાઈ રહ્યો છે. ડિસ્કાઉન્ટ પછી, આ ફોન 20,000 રૂપિયાથી ઓછામાં ઓફર કરવામાં આવી રહ્યો છે, જે મોટો સોદો સાબિત થઈ શકે છે.

ફોનના ફક્ત 12 જીબી + 256 જીબી સ્ટોરેજ મોડેલ 5 જી કનેક્ટિવિટી માટે

તમને જણાવી દઈએ કે આ ફોન ભારતનો પહેલો 5 જી ફોન છે, અને આ પહેલીવાર નથી જ્યારે ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, iQOO 3 બેઝ વેરિયન્ટ 8 જીબી + 128 જીબી સ્ટોરેજ ફક્ત 17,495 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. જ્યારે ફોનના 8 જીબી + 256 જીબી મોડલ રૂ. 18,995 અને 12 જીબી + 256 જીબી સ્ટોરેજ 22,495 રૂપિયામાં રજૂ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફોનના ફક્ત 12 જીબી + 256 જીબી સ્ટોરેજ મોડેલ 5 જી કનેક્ટિવિટી માટે આવે છે.

iQOO 3 આવી છે સુવિધાઓ

દમદાર ફોન iQOO 3 માં 6.44 ઇંચની ફુલ એચડી + રિઝોલ્યુશન સુપર એમોલેડ ડિસ્પ્લે છે. ફોનના ડિસ્પ્લેની તળિયે ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુઝર્સ 0.31 સેકન્ડમાં ફોનને અનલોક કરી શકે છે. આ સિવાય તેમાં ઉપરની તરફ પાંચ કેમેરા હોલ દેખાય છે.

ફોનમાં 4,400 એમએએચની મજબૂત પાવર બેટરી

ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 13 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સ્નેપર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફોનમાં 20 એક્સ ડિજિટલ ઝૂમ સપોર્ટેડ છે અને તેની સાથે સુપર નાઈટ મોડ પણ છે. ફોનમાં 4,400 એમએએચની મજબૂત પાવર બેટરી છે, જે 55 ડબલ્યુ સુપર ફ્લેશ ચાર્જર સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ફોન પર 15 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!