GSTV
Gujarat Government Advertisement

શું છે 5G ટેકનોલોજી અને ક્યારે થશે તેની ભારતમાં એન્ટ્રી? જાણો કેવાં-કેવાં થશે ફાયદા માત્ર એક ક્લિક પર

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

એક જમાનો હતો કે જ્યારે લોકોના હાથમાં મોબાઇલ પણ ન હોતો અને જો હતાં તો પણ ખૂબ જ અમીર એટલે કે પૈસાદાર વર્ગની પાસે. પછી જેમ જેમ ટેક્નિકલ ક્રાંતિ થઇ તેમ તેમ સામાન્ય વ્યક્તિના હાથમાં પણ મોબાઇલ દેખાવા લાગ્યો. તે સમય 2G નો હતો. ઇન્ટરનેટ ચાલતુ તો હતું પરંતુ ખૂબ જ ધીરે-ધીરે. પછી 3G નો સમય આવ્યો અને એરટેલ, વોડાફોન જેવી કંપનીઓ 3G સર્વિસ આવવા લાગી અને પછી 4G ટેક્નિક આવી.

રિલાયન્સના વેન્ચર Jio એ ડાયરેક્ટ 4G લોન્ચ કર્યુ અને થોડાંક મહીના સુધી ફ્રીમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવીને સૌ કોઇને તેની આદત પડાવી દીધી. બાદમાં અન્ય કંપનીઓએ પણ ઇન્ટરનેટના ભાવ ઘટાડવા પડ્યાં. અહીં G નો સામાન્ય અર્થ Generation સમજીશું. આપણે ભારતીય મોબાઇલ ટેક્નિકના 4th Generation માં પણ જીવી રહ્યાં છીએ અને હવે સમય આવશે 5G નો. કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને 5G ટ્રાયલની પરવાનગી આપી દીધી છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે એક અફવાહ એવી પણ ઉડી હતી કે, 5G ટેસ્ટિંગના કારણે જ દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તો પછી એ દેશોનું શું, કે જ્યાં પહેલેથી જ 5G ઉપલબ્ધ છે અને ટ્રાયલ શરૂ થતા પહેલાં પણ તો કેસો તેજીથી વધી રહ્યાં હતાં. જો કે સરકાર તરફથી તો આ અફવાનું ખંડન પણ કરવામાં આવી ચૂક્યું છે. ટેક્નો ફ્રેન્ડલી લોકો તો ખૂબ જ આતુરતાપૂર્વક 5G ની રાહ જોઇ રહ્યાં છે.

આ 5G આખરે શું છે?

5G એટલે કે મોબાઇલ નેટવર્કની જનરેશન. તેજ નેટવર્ક સ્પીડ, વગર કોઇ જ અડચણે HD સર્ફિંગ, ઉત્તમ સેવા અને અન્ય ઘણું બધું. ભારત સરકારે 5G ટ્રાયલની પરવાનગી આપી દીધી છે અને ટેલિકોમ કંપનીઓને ટૂંક સમયમાં જ એની માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એરટેલે 5G નેટવર્કનું ટેસ્ટિંગ પણ કરી લીધું છે.

હકીકતમાં, 5G સેલુલર સેવાની લેટેસ્ટ ટેક્નોલોજી છે. તેને 4G નેટવર્કનું આગામી વર્ઝન કહી શકાય છે. તેમાં યુઝર્સને વધારે નેટ સ્પીડ, ઓછી લેટેન્સી અને વધારે ફ્લેક્સિબિલિટી જોવા મલી. અત્યાર સુધીની સેલુલર ટેકનોલોજી કનેક્ટિવિટી પર ફોકસ કર્યા કરતી હતી પરંતુ 5G સેલ્યુલર ટેક્નોલોજી એક પગલું આગળ વધીને ક્લાઉડથી ક્લાઇન્ટને ડાયરેક્ટ કનેક્ટ કરશે.

5G આવવાંથી શું-શું બદલાઇ જશે?

ઇન્ટરનેટ સ્પીડની જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે 5G ની ઝડપ 4G કરતા ઘણી વધારે હશે. 4G ની પીક સ્પીડ જ્યાં 1 GBPS સુધીની છે. ત્યાં 5G ની પીક સ્પીડ 20 GBPS એટલે કે 20 GB પ્રતિ સેકન્ડ સુધીની હશે. આ સાથે જ કનેક્ટિવિટી પણ વધુ સારી બનશે. 5 G ટેક્નોલોજીથી હેલ્થકેર, વર્ચુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા રસ્તાઓ ખુલશે. ડ્રાઇવરલેસ કારની શક્યતા આના દ્વારા પૂર્ણ થશે.

નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્માર્ટ સિટી ક્ષેત્રે વિવિધ પ્રકારની અરજીઓમાં ક્રાંતિ આવે તેવી સંભાવના છે. ડેટા રેટ વિશે વાત કરતા, નિષ્ણાંતોના મતે, 4G ની તુલનામાં 5G ટેક્નોલોજી 10 ગણી વધી જવાના અણસાર છે. Qualcomm ના જણાવ્યાં મુજબ, 5G અત્યાર સુધીમાં 13.1 ટ્રિલિયન ડોલર વૈશ્વિક આર્થિક આઉટપુટમાં આપી ચૂક્યું છે.

દેશમાં ક્યાં સુધીમાં લોન્ચ થશે 5G?

ભારતમાં સૌ કોઇ 5G નેટવર્ક લોન્ચ થવાની રાહ જોઇ રહ્યાં છે અને આવું ક્યારે સંભવ થશે, તેને લઇને હજુ કંઇ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું. થોડીક કંપની આ વર્ષના અંત સુધીમાં 5G લોન્ચની તૈયારી કરી રહ્યું છે, જ્યારે કેટલાંકનું માનવું છે કે, ડોમેસ્ટિક ટેલિકોમ માર્કેટને 5G સેવાઓ માટે તૈયાર થવામાં 2 વર્ષ પણ લાગી શકે છે. કેન્દ્ર સરકારે ભારતમાં અત્યાર સુધી 5G સ્પેક્ટ્રમનો સેલ પણ શરૂ નથી થયો.

5G નેટવર્કની ટેસ્ટિંગ કરનારી કંપની એરટેલનો દાવો છે કે, 5G સેવા આપવા માટે તૈયાર છે, સરકાર દેશમાં 5G કનેક્ટિવિટી સર્વિસની શરૂઆત કરે, ટેક વેબસાઇટ ડિજિટના રિપોર્ટ અનુસાર, જિયો 5G ને ભારતમાં 2021ના બીજા છ માસમાં લોન્ચ કરી શકે છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ દાવો કર્યો હતો કે, Jio ભારતમાં 5G નેટવર્ક ક્રાંતિનું નેતૃત્વ કરશે. માર્કેટ નિષ્ણાંતના જણાવ્યાં અનુસાર, આ વર્ષે 5G નેટવર્ક સ્પેક્ટ્રમ ભાગલાંને લઇને વાત થઇ શકે છે અને દેશમાં 5G સર્વિસ શરૂ કરવાને લઇને સરકાર મોટો નિર્ણય લઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!