GSTV
Gujarat Government Advertisement

શું કોરોના વાયરસ અને 5G Network વચ્ચે છે કોઈ સબંધ ? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ પોસ્ટનો જવાબ

કોરોના

Last Updated on May 4, 2021 by Damini Patel

કોરોના વાયરસને લઇ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મહામારી બીજું કઈ નહિ પરંતુ 5G ટેક્નોલોજીની ટેસ્ટિંગનું પરિણામ છે. આ સબંધમાં દર રોજ કોઈને કોઈ પોસ્ટ કરવામાં આવી રહી છે. વોટ્સએપ પર આ મેસેજ વાયરલ થયા પછી લોકો એક-બીજાને સવાલ પૂછી રહ્યા છે કે શું વાસ્તવમાં 5Gના કારણે કોરોના દેશમાં તબાહી મચાવી રહ્યો છે. આ સવાલનો જવાબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એક રિપોર્ટમાં આપવામાં આવ્યો છે.

Radiationથી થઇ હવા ઝેરી

એક ખબર મુજબ, ગયા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર એવા મેસેજોની ભરમાર છે, જેમાં કોરોના માટે 5G ટેક્નિકની ટેસ્ટિંગને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ મેસજોમાં કહેવામા આવી રહ્યું છે કે, 5G ટેસ્ટિંગથી નીકળતા રેડિએશન હવાને ઝેરી બનાવે છે, એના માટે લોકોને શ્વાસ થઇ રહી છે. વાયરલ મેસેજમાં સરકાર પાસે ટેસ્ટિંગ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.

ટેસ્ટિંગ પર રોક લગાવવા સૂચના

રિલાયન્સ

વાયરલ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રેડિએશનના કારણે, ઘરની દરેક જગ્યાએ કરંટ આવે છે અને ગળું સામાન્ય કરતા થોડો વધુ સુકાઈ જાય છે. આ પોસ્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો આ 5 જી ટાવર્સના પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો બધું બરાબર થઈ જશે. કેટલાક લોકો કે જેમણે આ મેસેજ શેર કર્યા છે તેઓએ પણ તેમની સાથે આ પ્રકારનો હોવાનો દાવો કર્યો છે.

આ કહેવું છે WHOનું

who

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના રિપોર્ટમાં કોરોના મહામારી અંગે ફેલાતા આ અહેવાલોનો જવાબ આપ્યો છે. WHOના રિપોર્ટમાં આવા તમામ દાવાને નકલી ગણાવ્યા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે 5જી મોબાઇલ નેટવર્ક કોરોનાને પ્રસારિત કરતું નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે મોબાઇલ નેટવર્ક અને રેડિયો તરંગો સાથે કોરોના એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતો નથી. રિપોર્ટ અનુસાર, કોરોના એવા દેશોમાં પણ થઈ રહી છે જ્યાં 5 જી મોબાઇલ નેટવર્ક નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!