GSTV
Home » News » માલદીવથી લઇને થાઇલેન્ડ સુધી આ 8 ખુબસુરત દેશોમાં પ્લાન કરો સમર હોલીડે,ફ્રી મળશે વીઝા

માલદીવથી લઇને થાઇલેન્ડ સુધી આ 8 ખુબસુરત દેશોમાં પ્લાન કરો સમર હોલીડે,ફ્રી મળશે વીઝા

જો તમે ઉનાળાની રજાઓને યાદગાર બનાવવા માટે ફોરેન ડેસ્ટિનેશનની તલાશમાં હોય તો તમારા માટે એક ખુશખબર છે. જો તમે 30 એપ્રિલ પહેલાં થાઇલેન્ડ ફરવા જાઓ તો તમારે વીઝા માટે કોઇ ચાર્જ નહી આપવો પડે. Cox & Kingsના ડેટા અનુસાર ફક્ત થાઇલેન્ડ જ નહી, પરંતુ આઠ દેશ એવા છે જ્યાં જવા માટે તમારે વીઝા ફી નહી આપવી પડે.

59 દેશોમાં મળે છે વીઝા ઓન અરાઇવલ

દુનિયાના 59 દેશોમાં પાસપોર્ટ ધારક ભારતીય નાગરિકોને visa on arrival મળે છે. આ લિસ્ટમાં એશિયાથી નેપાળ, કંબોડિયા, મકાઉ, માલદીવ, ઇરાન, ભૂટાન, ઇન્ડોનેશિયા, ઉત્તરી અમેરિકાથી Trinidad and Tobago, British Virgin Island, Jamaica, Nicaragua સામેલ છે.

ઓશનિયાથી ફિઝી, કુક, આઈલેન્ડ, માઇક્રોનેશિયા, El Salvador, તૂવાલુ, આફ્રીકાથી સિચિલ્સ, કોમોરોસ આઈલેન્ડ, મોરેશિસ, ઉગાંડા, કેન્યા, મેડગાસ્કર, ઈથિયોપિયા અને દક્ષિણ અમેરિકાથી બોલિવિયા, ઈક્વાડોર, ગુઆના, ડોમિનિકા સામેલ છે. થોડા સમય પહેલાં જ કઝાખસ્તાન, થાઈલેન્ડ અને તુર્કી જેવા દેશોને આ યાદીમાં સામેલ કરાયા છે.

વીઝા ઓન અરાઇવલ માટે થાય છે આટલો ખર્ચ

જો તમે વિઝા ઓન અરાઇવલ ઓપ્શન પંસદ કરો તો 1800થી 8800 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. તમે કયા દેશમાં ફરવા જાઓ છો અને ત્યા કેટલા દિવસ રોકવવાના છો તેના પર વિઝા ચાર્જીસ નક્કી થાય છે. આ ઉપરાંત કરન્સીમાં ઉતાર-ચઢાવ આવે તો વિઝા ચાર્જીસ પર પણ તેની અસર થાય છે.

દેશ વિઝા ફી કેટલા દિવસનો સ્ટે હશે
થાઈલેન્ડ 30 એપ્રિલ સુધી કંઈ નહીં 15-30 દિવસ
ભૂટાન 30 એપ્રિલ સુધી કંઈ નહીં કેટલા પણ દિવસ
માલદીવ 30 એપ્રિલ સુધી કંઈ નહીં 30-60 દિવસ
કંબોડિયા 20 ડોલર 30 દિવસ
મકાઉ 30 એપ્રિલ સુધી કંઈ નહીં 7 દિવસ
ઈન્ડોનેશિયા 25 ડોલર 30 દિવસ
નેપાળ 25 ડોલર 15 દિવસ
નેપાળ 40 ડોલર 30 દિવસ
નેપાળ 100 ડોલર 90 દિવસ
જૉર્ડન 30 ડોલર 2 સપ્તાહ
મારેશિસ 30 એપ્રિલ સુધી કંઈ નહીં 60 દિવસ
સિચિલસ 30 એપ્રિલ સુધી કંઈ નહીં 30 દિવસ
કેન્યા 50 ડોલર 90 દિવસ
તંજાનિયા 50 ડોલર 14 દિવસ
મેડગાસ્કર 30 એપ્રિલ સુધી કંઈ નહીં 30 દિવસ
ફિઝી 30 એપ્રિલ સુધી કંઈ નહીં 4 મહિના

Read Also

Related posts

એકલતા સહન નથી થતી? આ ટિપ્સ ટ્રાય કરો અને પછી જુઓ ચમત્કાર

Bansari

કેટરિના પાસે હોટ લાગવા માટે પહોંચ્યો રણવીર, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!