GSTV
Home » News » 58 વર્ષ બાદ ગુજરાત માટે કોંગ્રેસનો સૌથી મોટો નિર્ણય, મોદીને ઘરમાં જ ઘેરશે

58 વર્ષ બાદ ગુજરાત માટે કોંગ્રેસનો સૌથી મોટો નિર્ણય, મોદીને ઘરમાં જ ઘેરશે

મોદીને ગુજરાતમાં જ સક્રિય રાખવા માટે કોંગ્રેસે કમરકસી છે. ગુજરાતમાં 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની કાર્ય સમિતીની 1961 બાદ બેઠક યોજાઈ રહી છે. ગુજરાતને કોંગ્રેસે ફોક્સ કર્યું હોવાનું આ ઘટના સાબિત કરી રહી છે કે સોનિયા, રાહુલ સહિત પ્રિયંકા પણ ગુજરાત આવી રહ્યાં છે. કોંગ્રેસે લાલ ડુંગરીમાં સભા કરી ઇન્દિરા અને રાજીવનો વારસો જાળવ્યો છે. લાલ ડુંગરી મેદાન એ કોંગ્રેસ માટે શુકનવંતુ ગુજરાતનું મેદાન છે. ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસની CWCની બેઠક મળી રહી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીનું ભવિષ્ય ઘડાશે. અગાઉ 1902, 1921 અને 1961માં ગુજરાતમાં CWC ની બેઠક મળી હતી. ભાજપે હાલમાં કોંગ્રેસના પંરપંરાગત ગઢ રાયબરેલી અને અમેઠીને નિશાન બનાવતાં કોંગ્રેસે મોદીના ગઢ ગુજરાતમાં પોતાનો પગ પેસારો શરૂ કર્યો છે. શાહ અને મોદીને ગુજરાતમાં બિઝી રાખવા માટે કોંગ્રેસનો આ માસ્ટર પ્લાન છે. ભાજપની આ બેઠક પર નજર છે. અમદાવાદમાં પ્રિયંકા અને રાહુલનો રોડ શો હોવાથી કોંગ્રેસ હાલમાં તડામાર તૈયારીઓ કરી રહી છે.

૨8મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી

દક્ષિણ ગુજરાતમાં લાલડુંગરી ખાતે જનઆક્રોશ રેલી સંબોધીને રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. હવે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા ગુજરાતમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાનુ નક્કી કર્યુ છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૨8મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. અમદાવાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા રોડ શો કરવાના છે. જેને પગલે ભાજપને અત્યારથી ટેન્શન આવે તેવી સંભાવના છે. રાહુલ ગાંધીનો લાલ ડુંગરીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ગુજરાતમાં પ્રિયંકાનો પ્રથમવાર રોડ શો હોવાથી કોંગ્રેસ પણ તૈયારીમાં લાગી ગઈ છે. યોગીના ગઢમાં પ્રિયંકાના રોડ શો ને ભારે સફળતા મળી હતી. જેને પગલે કોંગ્રેસે પ્રિયંકા અને રાહુલ ગાંધીનો રોડ શો અમદાવાદમાં કરવાનું આયોજન કર્યું છે. ભાજપ અમદાવાદમાં મજબૂત હોવાથી કોંગ્રેસે અમદાવાદને ટાર્ગેટ બનાવ્યું છે.

દર વર્ષે યોજાતી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ વખતે અમદાવાદમાં મળી રહી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાથી માંડીને વિપક્ષ તરીકે કેવી ભૂમિકા અદા કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવનાર છે. કોંગ્રેસે પક્ષ ઉપરાંત ચૂંટણીની ચર્ચા કરવા મોદીના હોમસ્ટેટ ગુજરાતની પસંદગી કરી છે.

ગુજરાતમાં કોંગ્રેસ ફરી સક્રિય થઈ જશે

સુત્રોના મતે, કોંગ્રેસે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ચાલુ માસના અંતમાં એટલે તા. ૨8મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહિનસિંઘ સહિત કુલ 58 સિનીયર કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે છે. રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થયા બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રથમવાર આવી રહ્યા છે. આ ઉપરાંત થોડાક દિવસોમાં રાહુલ ગાંધી ફરી ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે આવી શકે છે. અમરેલીમાં રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરાયુ છે. આમ, કોંગ્રેસે હવે લોકસભાની ચૂંટણીમાં ય ગુજરાતમાં અવરજવર વધારવા નક્કી કર્યુ છે.

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!