GSTV

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

ઉત્તર પ્રદેશનં લોની ક્ષેત્રમાં ચાર દિકરાનાં 58 વર્ષીય આધેડ પિતાને પાડોશમાં રહેતી 16 વર્ષીય કિશોરીને ભગાડવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરી સાથે આધેડે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઘણા દિવસો સુધી પરિવારે લોકલાજ અને શરમનાં કારણે ચૂપ બેઠા હતા.

પરંતુ કિશોરીની કોઈ ભાળનાં મળતા તો શુક્રવારે લોની પોલીસ સ્ટેશનમાં તેનાં અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તાત્કાલિકનાં ધોરણે કાર્યવાહી કરતા આઠ કલાકની જહેમત પછી કિશોરીની ભાળ મેળવી લીધી હતી. તથા આરોપીને ઝડપીને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો હતો. લોની સ્ટેશનનાં પ્રભારી બિજેન્દ્ર ભડાનાએ જણાવ્યું હતું કે લોનીમાં રહેવાળા 58 વર્ષીય અલીશેર 18 જાન્યુઆરીનાં રોજ પાડોશમાં રહેવાવાળી 16 વર્ષીય કિશોરીને પ્રેમનાં જાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. ઘણા દિવસો સુધી પરિવારનાં સભ્યો તેની તપાસ કરતા રહ્યા હતા. પરંતુ તેની ભાળ ના મળતા તો શુક્રવારે લોની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કિશોરીનાં અપહરણની ફરીયાદ દાખલ કરી હતી.

પોલીસની ત્વરીત કાર્યવાહી કરતાં શનિવારની સવારે લોની રેલ્વેસ્ટેશનથી કિશોરીને સાથે લઈને આધેડની પૂછપરછ કરતાં આરોપીએ કબૂલ્યું કે તેણે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

નાઇજીરિયા/ બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલ, નિર્દોષ 100થી વધુ નાગરીકોની કરી કરપીણ હત્યા

pratik shah

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!