GSTV

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

સાઉદી

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

જેરુસલેમની અલ-અક્સા મસ્જીદમાં પેલેસ્ટાઈનના લોકો અને ઈઝરાયલી સુરક્ષાદળો વચ્ચે હિંસક ઘર્ષણ બાદથી જ ઈઝરાયલ અને હમાસ વચ્ચે રોકેટ હુમલાઓ થઈ રહ્યાં છે, જેમાં બંને તરફ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મુદ્દે 57 ઈસ્લામિક દેશોના સંગઠન ‘ઓર્ગેનાઈજેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન’  દ્વારા પેલેસ્ટાઈનના લોકો પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીની નિંદા કરતું સંયુક્ત નિવેદન જાહેર કરવામા આવ્યું છે.

ઈઝરાયેલ

પાકિસ્તાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ તમામ દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ઈસ્લામિક સહયોગ સંગઠનના રાજદૂતોએ યુએનમાં આ મુદ્દો ઉઠાવવા માટે સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો છે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. આ સમૂહ યુએનનું સત્ર બોલાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

ઇઝરાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ચરમપંથી સંગઠન હમાસ વચ્ચે હિંસક અથડાણમ બાદ યુએને ચિંતા વ્યક્ત કરી છે. યુએનના મહાસચિવ એટોનિયો ગુતેરેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનમાં થયેલી હિંસા ચિંતાજનક છે. યુએનએ ઈઝરાયલ અને હમાસને હવાઈ હુમલા બાદ શાંતિ સ્થાપિત કરવા અપીલ કરી છે. યુએનના પ્રવક્તા રૂપર્ટ કોલવિલે કેટલાક અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે, 7થી 10મી મે દરમ્યાન ઈઝરાયલે રહેલા હુમલામાં 900થી વધુ પેલેસ્ટાઈનના લોકો ઘાયલ થયા હતા. જેમા કેટલાક લોકોના મોત પણ થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

pratik shah

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!