GSTV
Business Trending

55 રૂપિયા જમા કરાવી મળશે મહિનાના 3 હજાર! 39 લાખ લોકો ઉઠાવી ચુક્યા છે ફાયદો, જાણો શું છે સ્કિમ

મોદી સરકાર

કોરોના કાળમાં કરવામાં આવેલા નાના રોકાણો વૃદ્ધાવસ્તામાં તમારો સારો સહારો બની શકે છે. જો તમે આ સંકટની ઘડીમાં મોદી સરકારની ખાસ સ્કીમમાં મહિને 55 રૂપિયાનું રોકાણ કરો છો તો 60ની ઉંમર બાદ દર મહિને 3 હજાર રૂપિયા પેન્શનની મળી શકશે. હકીકતે મોદી સરકારના પાછલા વર્ષ અસંગઠિત કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં અત્યાર સુધી 39 લાખથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચુક્યા છે. આ સ્કીમમાં કોઈ પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર નાગરિક જોડાઈ શકે છે. જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોય. ત્યાં જ તેમની મંથલી આવક 15,000થી ઓછી હોવી જોઈએ.

આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિનાના 3000 રૂપિયાનું પેન્શન લેવા માટે ઓછામાં ઓછું 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા મહિના જમા કરવાના રહેશે. જો તમે 18 વર્ષની ઉંમરમાં જ આ યોજના સાથે જોડાવો છો તો તમને ફક્ત દર મહિનાના 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યાં જ 29 વર્ષની આવક સાથે જોડાવવા પર દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમર સાથે જોડાવવા પર દર મહિને 200 રૂપિયા ભરવાના રહેશે.

આ રીતે કરો અપ્લાય

  • પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનામાં રજીસ્ટ્રેશન માટે પાસેના CSC સેન્ટર પર જવાનુ રહેશે.
  • ત્યાર બાદ ત્યાં આધાર કાર્ડ અને હચત ખાતુ અથવા જનધન ખાતું જે પણ તેમની જાણકારી IFSC કોડની સાથે આપવાની રહેશે.
  • પ્રુફ માટે પાસબુક, ચેકબુક અથવા બેન્ક સ્ટેટમેન્ટ આપવામાં આવી શકે છે.
  • ખાતું ખોલતી વતે આન નોમિની પણ દાખલ કરવામાં આવી શકે છે.
  • એક વખત તમારી ડિટેલ કોમ્પ્યુટરમાં દાખલ થયા બાદ મંથલી કોન્ટ્રીબ્યુશનની જાણકારી જાતે જ મળી જશે.
  • ત્યાર બાદ તમારે પોતાનું શરૂઆતી યોગદાન કેશના રૂપમાં આપવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમારૂ ખાતું ખુલી જશે અને શ્રમ યોગી કાર્ડ મળી જશે.
  • તમને આ યોજનાની જાણકારી 1800 267 6888 ટોસ ફ્રી નંબર પર મળી શકે છે.
સ્કિમ

માસિક યોગદાન ચુકવવા પર

જો તમે યોજના હેઠળ જરૂરી યોગદાન કરવાથી ચુકી જશો તો વધારાની રકમની સાથે વ્યાજની પણ ચુકવણી કરવાની રહેશે. ત્યાર બાદ ફરી તમે સામાન્ય રીતે પોતાના યોગદાન શરૂ કરી શકો છો. જો તમે આ સ્કીમમાં જોડાવવાની રીતથી 10 વર્ષની અંદર પોતાના પૈસા કાઠવા ઈચ્છો છો તો તમારે તમારા પૈસા બચત ખાતાના વ્યાજ દર સહિત પરત આપી દેવામાં આવશે.

Read Also

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV