GSTV

મુથુટ ફાઈનાન્સની શાખામાં 55 કિલો સોનાની થઈ લૂંટ, અપરાધીઓ ફરાર

બિહારના હાજીપુર શહેરમાં ધોળે દિવસે મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.  સાતથી આઠ જેટલા હથિયારધારીઓએ હાજીપુરની મુથૂટ ફાઇનાન્સ કંપનીની શાખામાં પ્રવેશ કર્યો હતો અને કર્મચારીઓને બંધક બનાવ્યા. લૂંટનો વિરોધ કરવા બદલ ગુનેગારોએ કંપનીના કર્મચારીઓને પણ માર માર્યો હતો. આ ઘટનામાં અપરાધીઓએ લગભગ 55 કિલો સોનાની લૂંટ કરી છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી તમામ અપરાધીઓ ફરાર થઈ ગયા છે. આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જેટલી છે.

પ્રભારી એસપીએ માહિતી આપી કે લગભગ 55 કિલો સોનાની લૂંટ થઈ છે. બાઇક પર આવેલા અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના પછી પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના નગર થાનાના સિનેમા રોડની છે.

ઘટનાસ્થળ પર પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર સિવાય સદર ડીએસપી રાઘવ દયાલ, મહનાર ડીએસપી તેમજ સદર થાણાના પદાધિકારી પહોંચ્યા હતા. હાલમાં જિલ્લાની સીમા સિલ કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સોનપુર જાનારા તમામ બાઇક ચાલકોની ઝડતી પણ લેવાઈ રહી છે.

READ ALSO

Related posts

દિવસે યોજાનારા લગ્ન પ્રસંગોને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં થયો આ મહત્વપૂર્ણ બદલાવ

Bansari

કેન્દ્ર-રાજ્યોને ચિંતા નથી, રાજકારણ બાજુમાં મુકી કોરોના પર ધ્યાન આપો: સરકારો પર સુપ્રીમ બગડી

Bansari

સળગતો સવાલ/ પાકિસ્તાનમાં અશાંતિ છતાં સરહદે અવિરત તોપમારો,મોદી સરકાર રાજદ્વારી રીતે આક્રમક જવાબ કેમ નથી આપતી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!