GSTV

દેશમાં કોરોનાના નવા 54,069 કેસો, દેશમાં વેક્સિન લેનારાઓની સ્ખ્યા 30 કરોડને પાર

Last Updated on June 25, 2021 by Damini Patel

ભારતમાં આજે 54,069 નવા ક્સો નોંધવામાં આવતા કુલ કેસોની સંખ્યા વધીને 3,00,82,778 થઇ ગઇ છે. કોરોનાને કારણે વધુ 1321 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,91,981 થઇ ગયો છે તેમ આરોગ્ય મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે.

દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 6,27,057 થઇ ગઇ છે જે કુલ કેસોના 2.08 ટકા થાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64.89 લાખ લોકોને વેક્સીન આપવામાં આવતા વેક્સિન લેનારાઓની કુલ સંખ્યા 30.16 કરોડ થઇ ગઇ છે.

આ સાથે જ દેશમાં વેક્સિન લેનારાઓની સ્ખ્યા 30 કરોડને પાર થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 2.91 ટકા થયો છે. છેલ્લા 17 દિવસથી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઓછો રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 3.04 ટકા થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 18,59,469 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 54,069 કેસો પોઝિટિવ આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં થયેલા 1321 મોત પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 508, તમિલનાડુમાં 166, કેરળમાં 150 અને કર્ણાટકમાં 123 લોકોનાં મોત થયા છે.

કોરોના

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસૃથાન, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 18 થઈ 44 ઉંમરના 10 લાખથી વધુ લોકોનમે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!