GSTV

OLD IS GOLD: 54 વર્ષ જૂની ફરારી કારે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, કરોડોમાં થઈ હરાજી

હાલના સમયમાં કોરોનાકાળમાં લોકોને પોતાની જરૂરિયાત પુરી કરવી પણ મુશ્કેલ થઈ રહી છે. ત્યારે આવા સમયે 1966 ફરારી 275 જીટીબી લોન્ગ નોઝને હાલમાં જ 3.08 મિલિયન ડોલર (લગભગ 23.04 કરોડ રૂપિયા )માં હરાજી થઈ છે. આ કારની હરાજીમાં 2003 ફરારી એંજોને પણ પાછળ રાખી દીધી છે. આ કારને 2.64 મિલિયન ડોલર (લગભગ 19.75 કરોડ રૂપિયા)માં હરાજી થઈ છે.

હકીકતમાં જોઈએ તો, કોરોનાને લઈને ક્લાસિક કાર માર્કેટને પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેથી ક્લાસિક કારના રસિયા પોતાનો શોખ ઘરે બેઠા જ પુરો કરી શકે. આ કાર પણ ઓનલાઈન બિંડીંગ દ્વારા ખરીદવામાં આવી છે.

હવે તમને એ સવાલ થાય કે, આ કાર આટલી મોંઘી કેમ છે , તો તેનો જવાબ છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ કારને એક ખરોચ પણ આવી નથી. તેના વેધર ઈંટીરીયરને એવી રીતે રાખવામાં આવ્યુ છે. જે ફાઈનલ ટૂ કૈમ 275 જીટીબીમાંનું એક છે. આ ઉપરાંત આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે એ 40 કારોમાંથી છે, જેની ફ્રેક્ટ્રીમાં લગાવેલા સારામાં સારા ટાર્ક ટ્યૂબ ડાઉનશિફ્ટ તથા વૈકલ્પિક છ કાર્બોરેટર ઈનટેક આપ્યા છે. તેની આ ખૂબીઓના કારણે જ તે દુનિયાની શાનદાર કારમાંની એક છે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!