તસવીરમાં 22 વર્ષનો દેખાતો આ યુવાન હકિકતે 52 વર્ષનો આધેડ છે, પણ કેવી રીતે ?

તસવીરમાં આ જે હેન્ડસમ હંક દેખાય છે તેનું નામ ચુનાડો ટાન છે. કોઈ પણ યુવતીઓને પ્રેમમાં પાડી દેવા કાફી એવું તેનું ફિઝીક છે. જ્યારે ગ્રીક ગોડ હોય તે માફક તેની બોડી છે. ફિલ્મોમાં ચાલે તેવો ચોકલેટી ચહેરો છે પણ તેની ઉંમર જાણશો તો નવાઈ લાગશે. આમ તો આ વ્યક્તિની ઉંમર 20 વર્ષની હોવી જોઈએ તેવું તમે માનતા હશો, પણ આ વ્યક્તિની ઉંમર 20 નહીં 52 છે.

આ હેન્ડસમ સિંગરનું લોકપ્રિયતા સાથે કોઈ કનેક્શન તો હોવું જ જોઈએ. ચુનાડોનું કનેક્શન એ છે કે ભૂતકાળમાં પોપ સિંગર અને ફોટોગ્રાફર રહી ચૂક્યો છે. પોતાના કસાયેલા શરીરના કારણે તે દુનિયાભરની યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ચુનાડો 1980ના દાયકામાં મોડેલ હતો. સંગીતનો શોખ હોવાના કારણે તેણે પોતાની કરિયર મ્યુઝિકમાં બનાવી. અને પછી ફોટોગ્રાફર બનવાનું મન થતા તે ફોટોગ્રાફર પણ બન્યો. એટલે કે જીવનમાં જે બે વસ્તુની તેને ઈચ્છા હતી તે તેણે મેળવી. પણ એક વસ્તુ તેની પાસે એવી હતી જે ગીફ્ટ ખૂબ ઓછા લોકોને મળે છે. એ ગીફ્ટ એટલે ઈશ્વરે અટકાવી દીધેલી ઉંમર. એક દિવસ તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને તે વાઈરલ સેન્સેશન બની ગયો.

એક રીતે તેનું શરીર જોઈ લાગતું હશે કે તે જીમમાં ખૂબ જ કસરત કરતો હશે. પણ જ્યારે રહસ્ય સામે આવ્યું ત્યારે સૌ લોકો ચોંકી ગયા. ચુનાડો થોડી કસરત સાથે સમયસરની ઉંઘ અને ચિકનના કારણે તેણે પોતાનું શરીર જાળવ્યું છે.

તેના ભોજન પર એક નજર કરવામાં આવે તો બ્રેકફાસ્ટમાં તે 6 ઈંડા ખાય છે. દુધ પીએ છે. ચીકન તેને સૌથી વધારે ભાવે છે. પૂરતી ઉંઘ લે છે. ખૂબ પાણી પીએ છે. કોઈ પણ પ્રકારના નશાનું તે સેવન નથી કરતો. પોતાના ચહેરાની માવજત કરવા માટે તે ફેશ વોશનો ઉપયોગ કરે છે.

હવે ઉપરની તમામ તસવીરો જોઈ લાગતું હશે કે આ માણસ 20 વર્ષનો ફૂટડો જુવાન છે. પણ નહીં અગાઉ જણાવ્યું તેમ તેની ઉંમર 52 વર્ષની છે. આ ફરી વખત એટલે લખવું પડ્યું કારણ કે ઘણા લોકો હજુ તેની ઉંમર 52 વર્ષની હશે તેવું માની નહીં શકતા હોય !!

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter