GSTV
Home » News » દેશના 515 IPS ઓફિસરોને પોતાની સં૫ત્તી જાહેર કરતા લાગે છે ડર !

દેશના 515 IPS ઓફિસરોને પોતાની સં૫ત્તી જાહેર કરતા લાગે છે ડર !

સામાન્ય રીતે અમુક બાબતોને લઇને પોલીસખાતુ ખુબ જ બદનામ છે. તેમાંય ભ્રષ્ટાચારની બાબતમાં પોલીસની હાલત ખુબ જ ખરાબ છે. તેવી સ્થિતિ વચ્ચે એક એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે, IPS અધિકારીઓએ દરવર્ષે તેની મિલકત અને સં૫ત્તીનું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. જેમાં હાથ પરની રોકડ, બેન્ક ડિપોઝીટ, બોન્ડ અને ડિબેન્ચરમાં રોકાણ, શેર, કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પોલિસીઝ, પ્રોવિડન્ટ ફંડ, પર્સનલ લોન અને એડવાન્સિસ, મોટર વ્હિકલ, ગોલ્ડ એન્ડ સિલ્વર પણ તેમના પરિવારના સભ્યો સાથે જાહેર કરવાનું હોય છે. ૫રંતુ દેશના 515 IPS ઓફિસરોએ વર્ષ 2016નું આવુ પ્રોપર્ટી ડેકલેરેશન ફાઇલ ન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

આ 515 આઇપીએસ ઓફિસરો જેમાં DGP અને IGPનો પણ સમાવેશ થાય છે તેમણે તેમનું 2016નું પ્રોપર્ટી ડેકલેરેશન ફાઇલ કર્યું નથી. આ કસૂરના કારણે આઇપીએસ અધિકારીનું પ્રમોશન નકારી શકાય છે અને વિઝિલન્સ ક્લિયરન્સ રદ થઇ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 3905 પૈકી 3390 આઇપીએસ ઓફિસરોએ તેમની પ્રોપર્ટીની વિગતો આપી દીધી હતી. ઓલ ઇન્ડિયા સર્વિસ (કન્ડક્ટ) રૂલ્સ 1968 પ્રમાણે ઇન્ડિયન પોલીસ સર્વિસના તમામ ઓફિસરોને અસ્થાયી સંપત્તિનું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને તેની અવધિ પ્રતિ વર્ષ 31મી જાન્યુઆરી હોય છે.

જેમણે પ્રોપર્ટીના રિટર્ન ભર્યા નથી તેમની સામે પગલાં લેવામાં આવશે. જેમણે રિર્ટન ફાઇલ કર્યા નથી તેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, એડિશનલ ડીયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સૂચના આપી છે કે જે આઇપીએસ ઓફિસરોએ મિકલતના રિટર્ન ફાઇલ નથી કર્યા તેમનો ખુલાસો પૂછવામાં આવે. ત્યારે હવે આગામી દિવસોમાં આ IPS ઓફિસરો સામે કેવા અને કેટલા ૫ગલા લેવાય છે ? તે આગામી સમય જ બતાવશે.

Related posts

પરીક્ષા રદ કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓનો રોષ શાંત પાડવા લીધો આ નિર્ણય

Nilesh Jethva

છેલ્લાં 5 દિવસથી આ આઈટીઆઈમાં બાળકો નથી જતા ભણવા, શિક્ષકોની પણ ચૂપકીદી

Nilesh Jethva

મંદીમાં આ કંપનીએ 1.4 લાખ કરોડનું દેવું કર્યું ચૂક્તે, બનાવ્યો અનોખો રેકોર્ડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!