GSTV
Coronavirus Gujarat ટોપ સ્ટોરી

રાજ્યમાં 1 અઠવાડિયામાં 3 હજાર પોઝિટીવ અને મોત 200ને પાર, આજે રેકોર્ડ બ્રેક 500નો આંક વટાવ્યો

ગુજરાતમાં કોરોના મહામારીનો આંક સતત વધી રહ્યો છે.ગુજરાતમાં અનલોક 1માં કોરોના પણ અનલોક થઈ ગયો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 500 પ્લસ આંક પ્રથમ વખત થયો છે. ગુજરાતમાં કોરોનાના 19 માર્ચે  કેસ આવ્યા બાદ 79 દિવસમાં પ્રથમ વખત આંક 500 ઉપર ગયો છે. ગુજરાતમાં મે મહિનામાં 300 પ્લસ કેસ આવતા હતા. આ વખતે કોરોનાએ જૂન મહિનામાં 5 તારીખે 500 પ્લસ કેસ આવ્યા છે.

મે મહિનામાં પણ 5 તારીખે જ સૌથી વધારે 441 પોઝીટીવ

ગુજરાતમાં અચાનક ઊંચા આંક મે મહિનામાં પણ 5 તારીખે જ સૌથી વધારે 441 પોઝીટીવ આવ્યા હતા. જે પછી મહિનાની આખરમાં પોઝીટીવની સંખ્યા સતત વધતી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં જ 3175 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે મોતનો આંક પણ સપ્તાહમાં 210 થયો છે. જૂન મહિનામાં કોરોના અનલોક થયો છે.

આજે નવા 510 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 19 હજારને પાર

છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝીટીવ કેસના આંકમાં સતત વધારો થતો રહ્યો છે. મોતના આંક પણ છેલ્લા 3 દિવસથી વધી રહ્યા છે. ગુજરાતમાં આજે નવા 510 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 19 હજારને પાર થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી પોઝીટીવ આંક 19119 થયો છે. અને આજે ગુજરાતમાં વધુ 35 લોકોના કોરોનાને કારણે મોત થતાં કુલ આંક 1200 નજીક પહોંચી ગયો છે. ગુજરાતમાં 1190 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી

Zainul Ansari

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu
GSTV