GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51 પ્રોફેસરની ભરતી આવી વિવાદમાં, યુજીસીના નિયમોના ભંગનો આક્ષેપ

Last Updated on November 10, 2019 by

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51 પ્રોફેસરની ભરતી પ્રક્રિયાની જાહેરાતને લઈને અમદાવાદના પ્રોફેસરે સવાલો ઉઠાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 51 જગ્યા માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતમાં એસસીએસટી અને ઓબીસીને રોસ્ટર પ્રમાણે જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મળ્યું નથી. જેને લઇને ભરતી પ્રક્રિયામાં અન્યાય થઈ રહ્યોં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

સાથે સાથે યુજીસીના નિયમોનો પણ ભંગ થયો હોવાનો આક્ષેપ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રોફેસર અને એસ.સી. એસ.ટી. ઓબીસી મહાસંઘના કન્વીનર પ્રોફેસર રાજેન્દ્ર જાદવએ વિરોધ નોંધાવ્યો છે. અને આ મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. અને ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં થયેલા અન્યાય મામલે રજુઆત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!