GSTV

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Last Updated on October 21, 2021 by Zainul Ansari

આપણા દેશની કુલ વસ્તી 139 કરોડથી વધુ છે એટલે કે ચીન પછી બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે કોરોના રસીકરણના કિસ્સામાં ભારત બીજો દેશ પણ છે જ્યાં 100 કરોડથી વધુ લોકોને રસીની કમ સે કમ પહેલી ડોઝ મળી ચુકી છે. ચીનનો એવો દાવો છે કે, તેમણે અત્યાર સુધીમાં 222 કરોડ લોકોને વેક્સીન આપી દીધી છે.

આખા દેશમાં રસીકરણની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. ત્યારથી લઈને આજે ફક્ત 278 દિવસના સમયમા 100 કરોડથી વધુ લોકોને રસીની કમ સે કમ એક ડોઝ આપવામાં આવી છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો દેશની 51% વસ્તીને રસીની કમ સે કમ એક ડોઝ મળી છે, જ્યારે 21% લોકો છે જેમને બંને ડોઝ મળ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ વિશ્વની 49% વસ્તીને રસીની કમ સે કમ એક ડોઝ મળી છે, જ્યારે 37% લોકોને બંને ડોઝ મળી છે.

200 દેશો બરાબર ભારતમા વેક્સિનેશન :

વિશ્વની વસ્તી 757 કરોડથી વધુ છે ત્યારે કુલ 232 દેશોની યાદીમાં 200 એવા દેશો છે કે, જેમની કુલ વસ્તી 100 કરોડની અંદર છે. ભારત, ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ, નાઇજીરીયા, બાંગ્લાદેશ, રશિયા, મેક્સિકો, જાપાન, ઇથોપિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, વિયેતનામ સહિત 32 દેશોમાં 600 કરોડથી પણ વધુ લોકો રહે છે. આ આંકડા વિશ્વની વસ્તી સમીક્ષામાંથી લેવામાં આવ્યા છે.

100 કરોડ લોકોના રસીકરણમાં કેટલા દિવસ લાગ્યા?

અત્યારે દેશમાં છ કોરોના રસીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.તેમાં કોવિશિલ્ડ, કોવાક્સિન, સ્પુટનિક-વી, જોહ્ન્સન એન્ડ જોનસન, એમઆરએનએ અને ઝાયકોવ-ડીનો સમાવેશ થાય છે. જો કે, મોટાભાગના લોકોને કોવશિલ્ડ અને કોવેક્સિન આપવામા આવી રહી છે.ટૂંક સમયમાં બાળકો માટે પણ વેક્સીન મંજૂર થવાની અપેક્ષા છે. જો આવું થાય તો રસીકરણની ગતિ વધુ ઝડપી બની શકે છે.

રસીકરણની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. તેના 84 દિવસ પછી એટલે કે 10 એપ્રિલ સુધી દેશમાં 10 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. આ સમય પછી રસીકરણની ગતિમાં નોંધપાત્ર વધારો થયો અને 10 કરોડથી 20 કરોડ ડોઝ સુધી પહોંચવામા ફક્ત 45 દિવસ લાગ્યા. 25 મે, 2021ના ​​રોજ દેશના 20 કરોડ લોકોને રસી મળી હતી ત્યારે આજે આપણે 100 કરોડ લોકોને વેક્સીન આપવાની સફળતા મળી ચુકી છે.

vaccine

આખા દેશની જનતાને વેક્સિનેશન આપવમા કેટલા દિવસ લાગશે?

અત્યારે દર 15 દિવસે સરેરાશ 10 કરોડ લોકોને રસી આપવામાં આવે છે. દરેક વ્યક્તિને રસીના બે ડોઝ મળી રહ્યા હોવાથી કુલ 278 કરોડ રસી ડોઝ 139 કરોડની વસ્તીને આપવામાં આવશે. જો વર્તમાન ગતિએ રસીકરણ કરવામાં આવે તો 18 ડિસેમ્બર સુધીમાં દેશના તમામ 139 કરોડ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળશે.જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

આનો અર્થ એ છે કે, દેશના દરેક નાગરિકને 16 જાન્યુઆરી 2021 થી 18 ડિસેમ્બર 2021 સુધી 338 દિવસમાં રસીની કમ સે કમ એક ડોઝ મળી ચુકી છે. હવે જો આપણે સંપૂર્ણ રસીકરણ માટેના ડેટાનું વિશ્લેષણ કરીએ તો 18 ડિસેમ્બરથી આવતા 338 દિવસમાં એટલે કે આવતા વર્ષે 21 નવેમ્બર સુધીમાં દેશની સમગ્ર જનતા વેક્સીનેટ થઇ જશે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!