GSTV
Gujarat Government Advertisement

કરોડપતી બનતાં જ ભારત છોડી દે છે લોકો, જાણીને થઈ જશો હેરાન!

Last Updated on May 13, 2019 by Mansi Patel

દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને વ્યાપાર કરવામાં સરળ દેશનો દરજ્જો મળવાથી ખુશ થઈ રહેલા ભારતીયો માટે હેરાન કરી નાખે તેવો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ એક બાજુ દેશ માટે ઝટકો છે. રિપોર્ટ અનુસાર વિદેશમાં રહેવાની ઈચ્છા રાખવા વાળા લોકો મોટી સંખ્યામાં દેશ છોડીને જઈ રહ્યા છે અને આ આંકડો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ દેશ માટે ચિંતાનો વિષય છે. અફરાસિયા બેંક અને અનુસંધાન ફર્મ ન્યૂ વર્લ્ડ હેલ્થથી કરવામાં આવેલ ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂ(GWMR)2019થી જાણવા મળ્યું છે કે ગયા વર્ષે જ ભારતમાંથી ઘણાં ધનિક વ્યક્તિ દેશ છોડીને ગયા છે. વર્ષ 2018માં 5000 કરોડપતી અને સારી સંપત્તિ હોય તેવા વ્યક્તિઓએ(HNWIS)દેશ છોડી દીધો છે.

આખા ભારતમાં HNWIS લોકો 2 ટકા જ છે. વર્ષ 2018માં ભારત છોડીને જવા વાળા કરોડપતીઓની સંખ્યા બ્રિટેનથી વધુ છે, બ્રેક્સિટના કારણે બ્રિટેનમાં ઉથલ-પાથલ થઈ રહી છે. જણાવીએ કે, પાછલા ત્રણ વર્ષમાં બ્રિટેન જઈને વસવા વાળા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી બ્રેક્સિટના કારણે આ ટ્રેન્ડમાં થોડો બદલાવ આવ્યો છે અને તેનો ગ્રાફ ઘટતો જઈ રહ્યો છે. ચીન આ લિસ્ટમાં સૌથી ઉપર છે. કારણ કે અમેરિકા સાથે વ્યાપાર જંગના કારણે તેની અસર દેખાઈ રહી છે. ગયા મહિને ચીન પર અમેરિકાએ તાજી આયાત લગાવી છે, ત્યારબાદ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની હાલત વધારે ખરાબ થઈ શકે છે.

જ્યારે રશિયા આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે અને ભારતથી આગળ છે. રશિયન અર્થવ્યવસ્થા ઘણા ઉતાર-ચઢાવ સાથે લડી રહી છે. છોડવા વાળા કરોડપતી લોકોના લિસ્ટમાં સૌથી સારું અમેરિકા અને ઓસ્ટ્રેલિયા છે. રિપોર્ટમાં કહે છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાં અસમાનતા વધી રહી છે. દેશમાં કુલ સંપત્તિના અડધા માલિક એટલે કે સારી સંપત્તિ રાખવા વાળા પાસે છે. રિપોર્ટમાં કહ્યું છે કે આ પણ એક મોટી સમસ્યા બની રહી છે.

read also

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!