GSTV
Home » News » વોડાફોન અને આઈડિયાના મર્જરથી 5000 લોકોની નોકરી પર ખતરો

વોડાફોન અને આઈડિયાના મર્જરથી 5000 લોકોની નોકરી પર ખતરો

વોડાફોન અને આઈડિયા સેલ્યુલરના મર્જરથી રિલાયન્સ જીઓને ભલે ટક્કર આપી શકે પરંતુ આ ગઠબંધનને કારણે 5000 કર્મચારીઓ બેરોજગાર થઇ શકે છે.

બન્ને કંપનીઓ વચ્ચેની મર્જર પ્રક્રિયા થોડા જ મહિનાઓમાં પૂરી થઇ શકશે. મીડિયા રીપોર્ટસ અનુસાર, બન્ને કંપનીઓના મર્જર બાદ કુલ 21 હજાર કર્મચારીઓ હશે. જેમાંથી 1/4 કર્મચારીઓને કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે.  બન્ને કંપનીઓએ મળીને ફેંસલો લીધો છે કે, હવે આ બધા કર્મચારીઓની જરૂરત નથી. બન્ને કંપની પર સયુક્ત રીતે 1 લાખ 20 હજાર કરોડનું દેવું છે.

બન્ને કંપનીઓના મર્જર બાદ આઈડિયા અને વોડાફોન એક જ નેટવર્ક થઇ જશે. જેનાથી બન્ને કંપનીઓના ગ્રાહકોને  વધુ સારી કનેક્ટિવિટી મળશે.

મર્જર બાદ બન્ને કમ્પનીઓના 38 કરોડ ગ્રાહક થશે. મર્જર બાદ બન્ને કંપનીઓ દેશની સૌથી મોટી કંપની થશે.  કંપની આ મોકા પર નવી -નવી અને આકર્ષક ઓફરો બહાર પાડશે.

મર્જર બાદ કંપની પાસે સૌથી વધુ ગર્હ્કો હશે. જેમાં કંપની જીઓની સામે મજબુતાઈથી ઉભી રહેશે.કારણકે વોડાફોન અને આઈડિયાનું નેટવર્ક જીયોથી ઘણું વધારે છે. એવું પણ હોઈ શકે કે જીયોના ગ્રાહકો તોડવા નવી-નવી ઓફર બહાર પાડવામાં આવે.

CRICKET.GSTV.IN

Related posts

રેલવે સ્ટેશને પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો આ નંબર પર કરો ફરિયાદ, રેલવેએ શરૂ કરી નવી સર્વિસ

Bansari

સરકારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આગળ વધારી, જાણી લો નવી તારીખ

Bansari

બેન્કમાં ખાતું હોય તો પૂરતું બેલેન્સ રાખવું બનશે જરૂરી, નહીંતર ભરવો પડશે દંડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!