GSTV

દેશના 138 કરોડ લોકોને કોરોના રસીના રૂ. 5000 કરોડ જોઈશે, પણ રસી એક માત્ર ઉપાય નથી

ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના અધ્યક્ષ પંકજ પટેલે કહ્યું છે કે દેશના દરેક વ્યક્તિને કોરોના રસી પહોંચાડવા માટે જરૂરી સુવિધાઓ માટે 5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે. ભારતમાં કોરોના રસીના મોટા પાયે ઉત્પાદન માટે વધારાની સુવિધાઓની જરૂર પડશે. રસી એ કોરોના રોગચાળા માટેનો એક માત્ર ઉપાય નથી, આપણે સારવારની વધુ રીતો પણ શોધવી પડશે. પટેલે જણાવ્યું હતું કે કોરોના રસી ખૂબ મુશ્કેલ પ્લેટફોર્મ સાબિત થઈ રહી છે, જેના કારણે રસી બનાવવાનો ખર્ચ ખૂબ વધશે.

પંકજ આર પટેલ માને છે કે, કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે રસી એકમાત્ર ઉપાય નથી. રસીની પણ જરૂર છે અને આપણે સારવાર પ્રોટોકોલ પ્રમાણે કેટલાક નવા સુધારા કરવાની જરૂર છે.વિશ્વભરમાં જે રીતે રસી તૈયાર કરવામાં આવી રહી છે તે મુજબ, 100% લોકોને કોરોનાથી પ્રતિરક્ષા પ્રતિરક્ષા વિકસાવી શકે એવું લાગતું નથી. તેને બનાવવા માટે 5000 કરોડનો ખર્ચ કરવો પડશે. જો ભારતે 138 કરોડથી વધુની વસ્તી માટે કોરોના રસીનો ડોઝ તૈયાર કરવો હોય તો ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પાંચ હજાર કરોડ સુધીનું રોકાણ કરવાની જરૂર છે. કોરોના રસી તૈયાર કરવાની પ્રક્રિયા જટિલ છે, તેથી બીજી રસી કરતાં તેને તૈયાર કરવામાં વધુ ખર્ચ થશે. રસી બનાવવા માટેની ક્ષમતા વધારવા માટે પૈસા ક્યાંથી મળશે? તે કેડીલા શોધી રહી છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 4 ટકાથી પણ ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન, 8 લાખ રૂપિયાનું વાઉચર અને આ ફાયદા પણ ખરા

Bansari

શું તમારે પણ ATM માંથી કેશ ન નીકળ્યા અને ખાતામાંથી પૈસા કપાઈ ગયા? પરત મેળવવા અપનાવો આ સરળ રીત

Ankita Trada

ગામડાના લોકોને મળશે વધુ સુવિધાઓ, મોદી સરકારે લોન્ચ કરી 10 હજાર કરોડ રૂપિયાની યોજના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!