GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ભારે બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે અમેરિકામાં 500 ફ્લાઈટ રદ્

અમેરિકામાં થેન્ક્સ ગિવિંગની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો. લાખો લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા હતા અથવા તો આયોજન કરી રહ્યા હતા, તેમને આયોજનો રદ્ કરવા પડયા હતા. લગભગ 500 ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. 500 ફ્લાઈટ મોડી થઈ હતી. એક હજાર જેટલા મુસાફરોએ ડેન્વરના એરપોર્ટમાં જ રાત વીતાવવી પડી હતી.

થેન્ક્સ ગિવિંગ પહેલાં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે અસંખ્ય લોકોને પરેશાની વેઠવી પડી હતી. ડેન્વરના એરપોર્ટમાં એક-એક ફૂટ બરફ જામી જતા 500 ફ્લાઈટ્સ મોડી થઈ હતી. તો આ વિસ્તારની 500 ફ્લાઈટ્સ રદ્ કરવાનો વખત આવ્યો હતો. 1000 મુસાફરોએ એરપોર્ટમાં રાત વીતાવી હતી.હાઈવે બંધ રાખવામાં આવ્યા હતા. લગભગ 10 હજાર જેટલા લોકોએ વીજળી વગર રાત પસાર કરી હતી. થેન્ક્સ ગિવિંગની રજા હોવાથી અસંખ્ય લોકો ઘરેથી નીકળીને પ્રવાસમાં હતા. એ બધાને મુશ્કેલી નડી હતી અને અચાનક ભારે બરફવર્ષાના કારણે અફડા તફડી મચી ગઈ હતી.

અમેરિકાનો સૌથી વ્યક્ત ટ્રાવેલ દિવસ પૈકીનો એક હોવાથી થેન્ક્સ ગિવિંગમાં ફ્લાઈટ્સ અને જાહેર પરિવહનનું ટાઈમટેબલ વ્યસ્ત હતું, પરંતુ અતિભારે હવા ફુંકાવાની શક્યતાના પગલે કેટલાય હાઈવે બંધ રખાયા હતા.શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરૂઆતમાં જ બરફવર્ષાનો સામનો કરવો પડયો હતો. ઉપરથી બોમ્બ સાઈક્લોન તરીકે ઓળખાતા વાવાઝોડાંનો પણ સામનો કરવાનો આવ્યો હતો.

ડેન્વર ઉપરાંત નેવાડાનો રસ્તા ઉપર પણ કારની લાંબી લાઈન લાગી હતી. રસ્તા ઉપર બરફ ભરાઈ જતાં કારચાલકો ફસાઈ ગયા હતા. કેલિફોર્નિયાનો અમુક વિસ્તાર પણ આ વાવઝોડાં અને હિમવર્ષાથી પ્રભાવિત થયો હતો. કેલિફોર્નિયાના બચાવ વિભાગે કહ્યું હતું કે લગભગ 4 કરોડ જેટલાં લોકો નેશનલ હાઈવે પરથી પસાર થયા હતા અને તેમને આની અસર થઈ હતી.

READ ALSO

Related posts

ક્રિકેટ બાદ હવે કેપ્ટન કુલ હવે આ ક્ષેત્રે અજમાવશે કિસ્મત

Mansi Patel

કેરી અને અથાણું ખરીદતાં ખાસ રાખજો સાવધાની : આ ગામમાં સરપંચનું અથાણું મોંઘું પડ્યું, 100 લોકો હોમ ક્વોરંટિન

Harshad Patel

પશ્ચિમ બંગાળ ભાજપમાંથી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રની હકાલપટ્ટી, આ છે તેનું સાચું કારણ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!